Followers

3 મિલિયન ડાઉનલોડ

 ll ગુરુમાઁ જરાતકારું વિજયતે ll

મારાં પ્રિય વાચકોને જણાવતાં દિલથી આનંદ થાય છે કે માતૃભારતીનાં ઉત્કૃષ્ટ મંચ ઉપર મારી નવલકથાઓ અને રચનાઓનું ડાઉનલોડ 3 મિલિયન વટાવી ગયું છે આ ઉચ્ચ શિખરે પહોંચાડવા બદલ મારાં વાંચકો, લેખકમિત્રો , માતૃભારતી મંચ અને ટીમનો ખૂબ ખૂબ આભારી છું. સદાય આપના સહકારની અપેક્ષા છે. આ સફળતા આપ સહુને સમર્પિત.🌹🙏🌹




મધુકર...પ્રણય.."પુષ્પ"..

*મધુકર...પ્રણય.."પુષ્પ"...* 
મધુકર પ્રણય પુષ્પ તું મારું શું ઉપનામ આપું તારું હું.
હદયમાં મારાં તું જ વહાલી તારાથી કદી અલગ નથી હું.

નશો મને મધુકર પ્રેમનો ચઢ્યો પરાકાષ્ઠા પાર છું હું.
તનથી તન જુદા ભલે રહ્યાં તારાં તનનો વરણાગી છું હું.

મીઠાં મુખનાં શું વેણ કહું તારાં પ્રેમમાં પડ્યો છું હું.
ઊંડાઈ આંખોની ના માપી શકું ઘાયલ એનાંથી છું હું.

મોહી પડ્યો તારાં સાચાં રૂપથી નશામાં જીવું છું હું.
પીડા વિરહની સહેવા સખી ભાગીદાર તારો જ છું હું.

મને નહીં કહે તો તું કહીશ કોને તારો હમસફર છું હું.
ઉઠ્યો નીંદરથી હમણાં તારું મીઠું જોઈ સ્વપ્ન જાન હું.

સ્પર્શી લઉં હવાથી તને જાણી લઉં દૂર છતાં નજીક છું તું.
વહાલી મારી મનોહરી ચૂમીને પણ તરસ્યો હું  તરસ મિટાવ તું.

વર્ષોની રાહ જોયા પછી ઈશ્વરની કૃપાથી મળી છું તું.
છોડીને તને જાઉં ક્યાં "દિલ"નું પ્રણય મધુકર પુષ્પ છું તું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

સ્વપ્ન આવીને સરી ગયું....

સ્વપ્ન આવીને સરી ગયું સાથે   કાળી વાત કહીને ગયું.
સહી ના શકાય એવી આકરી હકીકત દર્શાવીને ગયું.

હળાહળ ઝેરનાં પ્યાલા પીતાં પચાવતાં શીખવી ગયું.
દેખાય શું સામે પડદા પાછળ શું ચાલે દેખાડી ગયું.

સ્વપ્ન જાણે સત્ય હોયનો આભાસ આંખ ઉઘાડી ગયું.
સમજાયા સેતુ સંબંધના બધાં   સ્થાન મારું ક્યાં ના સમજાયું.

થઈ સંપૂર્ણ સમર્પિત ખૂલી આંખો ગુણ ગવાય બીજાના શું કરવું.
પહોંચી મંઝીલે લૂંટાયાનું ભાન આંસુ ના આવે કામ શું કરવું.

ભલે છું વિવશ પણ કુદરતનો ન્યાય થશે ખરો એવી આશ રાખું.
લીરા ઉડયા "દિલ"નાં ત્યાં કોઈનું બિભસ્ત હાસ્ય સંભળાયું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

પૈસો મારો પરમેશ્વર.....

પૈસો મારો પરમેશ્વર હું માત્ર પૈસાનો છું દાસ.
કહેવત જૂની અર્થ નવો કરવા
હું કરું પ્રયાસ.

ચળ હાથમાં પૈસાની ક્યાં વાપરું કરું બરબાદ.
હુંકાર ઘમંડનો ના સાંભળે કોઈની સાચી વાત.

તુચ્છ વામણા લાગે બધાં હું જ જગમાં હુંશિયાર.
ભૂલે ચક્ર કુદરતનું તું આજે રાજ થવા કાલે રાંક.

ના પચાવી શકે પૈસો ગંગુ તૈલી ભલે ખુદને માને ભોજ.
"દિલ" જોયા કરે હસી તમાશો છીછરા પોત પ્રકાશ.
*******************
શાણા થઈ જાઓ સમજી દુનિયાની શું છાપ?
પાટા બાંધી કમાયા ઘણું રાખી સંયમ મુઠી બાંધ.

ઈશ્વરે આપ્યું ઘણું વાપરે રહી માપમાં એને સન્માન.
કહેવાય ચતુર રહી સુખઆનંદમાં ના કરે અતિ ધાડ.

આજ તડકો કાલે છાંય ક્રમ કુદરતનો તું જાણ ચતુર સુજાણ.
વીતેલું ના ભૂલે "દિલ" પીપળ પાન ખરંતાની શીખની વાત.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

અમે દુનિયામાં જોયું ના હોય..

અમે દુનિયામાં જોયું ના હોય એવું ઘણું હોઈ શકે.

પણ જેટલું જોયું એટલું પાકું સમજાયું હોઈ શકે.

વીતેલાં વર્ષોનો અનુભવ  એમ જ એળે ના જઈ શકે.

અમને મૂલવવામાં કરે ભૂલ કોઈ કદી ભુલાઈ ના શકે.

હુશિયારી પ્રગતિમાં શોભે લુચ્ચાઈઓમાં પાપ હોઈ શકે.

તમે જે કરી ફુલાયા છો આજે એવું કેટલું કરી અમે જીવ્યા હોઈ શકે.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

જીંદગીની દોડમાં હાંફવું ક્યાં...

જીંદગીની દોડમાં હાંફવું ક્યાં અરે મારે થાકવું કેમ ને ક્યાં?
હરીફ થઈ લડવાની મજા મારે જ બધે જીતવું જરૂરી ક્યાં?

નવી સર્જનતા નવો વિચાર અભિવ્યક્તિ એમાં અટકવું ક્યાં?
પુરુસ્કાર મળે ના મળે એમાં અમથું એનું દુઃખ મારે કરવું ક્યાં?

વિશાળ વાંચનનો વ્યાપ જોઉં હું લખ્યું ઘણું અટકું તો ક્યાં?
આત્મ સંતોષનો ઓડકાર ઘણો પછી બીજી જીજીવિષા ક્યાં?

નવા પાત્રો નવી કથા લખી વંચાવું આવી મોજીલી મજા મને ક્યાં?
ઊંચી ઉડાન આભની ના તાંકુ નીચું નિશાન દિલ માંગે બીજું ક્યાં?
દક્ષેશ ઇનામદાર."દિલ''..

ભરાયા જળ આંખમાં...

ભરાયા જળ આંખમાં તોય પગ કોરા 
વાવમાં.
કસોટી કરે પ્રભુ કેવી ધીરજ ખૂટી હવે 
આશમાં.

કથા આવે યાદ પગલે પગથિયે જળ વધેવાવમાં.
સુખ જગનું આસ્થા માઁ ની જોડું પ્રેમધેલું વાવમાં.

એકમેકનાં પ્રેમમાં વિતે પળ પળ વિરહની આગમાં.
કલ્પાંત કાળજે જીવ ચૂંથે કેમ જીવવું આ પ્રેમમાં.

કથા કીધી આ કાળની બની સાક્ષી ડેરા ઉભા યાદમાં.
ભરાશે વાવ જળથી તોય "દિલ" ડૂબશે જુદાઈમાં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

દિવસ ઉગે સોહામણો....

દિવસ ઉગે સોહામણો રેશમરાત ઢળે.
ચક્ર ફરે એજ દિવસ રાતનુ નેજીવન વિતે.

કંઈક લક્ષ્ય થાય પુરા કેટલાય અધૂરા રહે.
સાથ છૂટે ખુદનાં કોણ ક્યાં કોને જઈ કહે?.

પળ પળની ખુશીયાં કસોટીની એરણે ચઢે.
લખ્યું હોય ભાગ્યમાં ધરબાયેલું બીજ ઉગે.

દોષ મંડાય નિર્દોષ પર ન્યાયને ફરક જ ના પડે.
તોલમોલનાં પાલ્લામાં "દિલ"સર્વ ખોઈ બેસે.
દક્ષેશ ઇનામદાર."દિલ".

ઉત્તરાયણ...

 સૂર્ય આજ દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરે કહે *ઉત્તરાયણ.* 

આજે પાવન પર્વ ઉજવીયે ચઢાવી પતંગ નભમાં *ઉત્તરાયણ.* 


પવન સાથે પતંગ કરશે હરીફાઈ ખૂંદવા આભ આજ *ઉત્તરાયણ.* 

કપાશે પેચ કોઈના.. કોઈના થશે મેચ એવી આજ *ઉત્તરાયણ.* 


અગાશી ઝરૂખા ધાબા પર ઉઠશે શોરબકોર આજ *ઉત્તરાયણ.* 

તલસાંકળી બોર ઊંધીયા જલેબીની ઉજાણી આજ *ઉત્તરાયણ.* 


બધે શોર મસ્તી ગીતો ક્યાંક એકાંત એકલતા આજ *ઉત્તરાયણ.* 

સહુ મકરસંક્રાંતિની મોજમાં પકડ્યો કાપ્યોની રંગત આજ *ઉત્તરાયણ.* 


કેસરી આથમતી મીઠી ઠંડી સાંજ તુકકલની બારાત આજ *ઉત્તરાયણ.* 

ઝરૂખા અગાશીથી થતી ઇશારોમાં વાત ભુલાશે યાદ આજ *ઉત્તરાયણ.* 


ના પડે પવનની ખોટ પતંગ ચઢે ગગનની કરે સેર આજ *ઉત્તરાયણ.* 

હેય..કાપ્યો જ છે... એવી ગૂંજ ખુશ થતાં લોક આજ *ઉત્તરાયણ.* 


બાંણશૈયા પર સૂતા ભીષ્મપિતામહ લઈ દુઃખ અન્યાયનું આવી *ઉત્તરાયણ.* 

કેવો થયેલો કાળો કેર દિલ યાદ કરે છતાં થયો મોક્ષ આજ *ઉત્તરાયણ.* 


કોની ફીરકી પકડી કોની ઉતરી કહેશે લોક કાલે આજ *ઉત્તરાયણ.* 

આશાની દોરે કોઈ જોઈ રહ્યો ગગન અશ્રુભરી આંખે આજ *ઉત્તરાયણ.* 


આજથી કમુરતા સમાપ્ત પ્રસંગ સારા લેવાય આજ *ઉત્તરાયણ.* 

કપાઈ પતંગ ક્યાંક દૂર જાય ક્ષિતિજમાં ના કોઈ ખબર ફિકર આજ *ઉત્તરાયણ* 


શુભ શરૂઆતનો દિવસ મકરસંક્રાંતિનો સહુને ફળે એવી શુભ *ઉત્તરાયણ.*

આપું શુભકામના સહુને "દિલ"થી કરો ખૂબ મૌજ આજ *ઉત્તરાયણ.*

દક્ષેશ ઇનામદાર."દિલ"..

દીકરી તો પારકી થાપણ કહેવાય...



કહે છે....દીકરી તો પારકી થાપણ કહેવાય...

સાહિત્યમાં એક ગીતની કડી..... પણ માંબાપની એકની એક મોંઘી મૂડી..

અર્થશાસ્ત્રમાં થાપણ એટલે મહાબચત.. જેના પર જીંદગીભર વ્યાજ મળે..પણ દીકરી એ વ્યાજ ધન થકી નહીં.. દીકરીનો પ્રેમ કાળજી હૂંફ હોય છે..જ્યારે બધા ટેકા ખસી જાય..આ થાપણ તમારી સાથે હોય છે.

માં અને દીકરીનું કોઈ મૂલ્યાંકન ના કરી શકે..એ શબ્દ, નામ, વ્યાકરણ કે સંધી સમાસ નથી..એ સબંધનું મૂલ્ય છે જીવથી શરૂ કરી આંતરડીનો સંબંધ છે જે ક્યારેય પારકો થતો નથી. 

દીકરીને ગાય દોરે ત્યાં જાય એવું નથી.....દીકરી દોરે ત્યારે સમાજ જોતો રહી જાય.

દીકરી થાપણ શું મહામૂલ્યવાન ઘરેણું છે જેનાથી ઘર કુટુંબ શોભે છે દીકરી કુટુંબની શોભા માનમતરબો છે. દીકરી એવું રત્ન છે જે બે કુટુંબ શોભાવે છે બન્નેનું રખોપુ કરે છે માંબાપનું નામ ઉજાળી બન્ને કુળને તારે છે. 

દીકરી એ ઈશ્વરનું વરદાન છે. શ્રુષ્ટિનું નિયમન કરતી શક્તિ છે. દીકરી જ્યારે માં બને ત્યારે સંસાર અને કુટુંબમાં સંસ્કારનું સિંચન કરે છે.

દીકરી એક સ્ત્રી..એક શક્તિ છે. ઈશ્વરે જ એનું નિર્માણ કર્યું એવી પાત્રતા આપી કે એ સંસાર ચલાવે કુટુંબને એક રાખવા પ્રયત્નશીલ રહે. ઈશ્વરે આપેલું અણમોલ રત્ન છે.

જીવનમાં સંઘર્ષ કરતી આત્મસન્માનથી જીવતી.. ઈશ્વર સર્વ દીકરીઓને ખૂબ સુખ સમૃદ્ધિમાં રત રાખે ખૂબ ખૂબ આનંદમાં જીવે એવાં આશીર્વાદ.