Followers

સબસે ઊંચી પ્રેમ સગાઈ

સબસે ઊંચી પ્રેમ સગાઈ..

પ્રેમ સાવ નાનકડો માત્ર અઢી અક્ષરનો શબ્દ..

પ્રેમનાં આ અઢી અક્ષરમાં પ્રેમ કરનાર બે પાત્ર.. એમાં અડધા અક્ષરની માત્રામાં આખા બ્રહ્માંડની ઈશ્વરીય શક્તિનાં આશીર્વાદ સમાયાં..
ના વાસના ના શારીરિક પ્રેમ ના અપેક્ષા ના ફરિયાદ..

એક નૈસર્ગીક પરાશક્તિ જે પ્રેમ થકી એક પવિત્ર યુગ્મ ઓરામાં પરિવર્તિત થાય.

આરાધ્યા પરાશક્તિ માઁ રાધાનું ચરિત્ર પ્રતિત થાય. કૃષ્ણનાં વિયોગમાં યોગશક્તિએ યુગ વિતાવ્યા પણ વિરહની પીડામાં વધું પ્રેમશક્તિ પ્રજવલિત કરી.. એ સહનશક્તિએ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી..
ભોગમાં જ તૃપ્તિ છે??? 

માઁ સીતા રામ વિના અશોકવાટિકામાં રહી યોગશક્તિ મેળવી.. વિરહનાં તાપમાં યોગમાયા બન્યા એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
પ્રેમની શું વ્યાખ્યા કરવી..? જેટલું પુનિત પવિત્ર ઝરણું "દિલ"માંથી વહે એટલું મજબૂત થાય. એનાં કોઈ પુરાવા સાબિતી ના હોય એ સ્વયંભુ પ્રતિત થાય જ.

સંક્ષિપ્તમાં ઘણું કહી જાય.. વરસી જાય.. અભિભુત થાય.. એનું નામ પ્રેમ..
દક્ષેશ ઇનામદાર."દિલ"..

આવી પવિત્ર પાત્રતા ક્યાં શોધવી???

🌹🙏ૐ શ્રી ગુરુમાઁબાબા મનસા જરાત્કારું વનદૈવ્યે નમઃ 🙏🌹

પ્રણયમાં વિરહની પીડા.. પ્રિયજનની ચિંતા.. મિલનની પ્યાસ..
પ્રેમ થકી મિલનનાં આનંદની અનુભૂતિ સ્વર્ગીય ને આલ્હાદક હોય છે. પરંતુ....

વિરહમાં પીડાની અનુભૂતિ પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે છે. ઈશ્વર પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરણ કરે.. જન્મ લે તો.. એમની લીલામાં પ્રેમ, વિરહ અને મિલનની કેવી અદ્ભૂત અનુભૂતિ કરાવે છે..

ભગવાન શ્રીરામ સોનેરી મૃગની પાછળ જાય છે સીતાજી લક્ષ્મણને શ્રીરામજીની ભાળ લેવાં મોકલે છે..
ત્યાં રામજી અને સીતાજી માટે વિરહની ઘડીનું નિર્માણ થાય છે.. રાવણ સીતાજીનું અપહરણ કરી લંકા પ્રયાણ કરે છે...
જયારે રામચંદ્રજી તથા લક્ષ્મણજીને ખ્યાલ આવે છે કે સીતાજી કુટિરમાં નથી પછી એમની શોધ આરંભે છે..
પ્રભુ શ્રીરામ ઈશ્વરનાં અવતાર છે પણ મનુષ્યદેહ ધારણ કરેલ છે.. જીવનની વાસ્તવિકતાઓથી તેઓ પરે નથી.. એમનો સીતાજી માટેનો અપાર પ્રેમ.. વિરહની પીડા છતી થાય છે...
શ્રીરામજી સીતાજીની શોધમાં વન વન ફરે છે.. હે સીતે... હે સીતે બોલતા બોલતા શ્રુષ્ટિમાં સર્વને પૂછતાં પૂછતાં રખડી રહ્યાં છે.. વિરહની પીડાની આગમાં સળગી રહ્યાં છે.. આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. જે વિરહની સ્થિતિનું નિર્માણ થયું છે એ અસહ્ય બની છે તેઓ જંગલમાં પશુ પંખી બધાને પૂછી રહ્યાં છે તમે મારી સીતાને જોઈ? એ રાજકુંવરી ની ભાળ છે? વૃક્ષે વૃક્ષે ટહેલ નાંખી શોધી રહ્યાં છે વૃક્ષોનાં થડને વળગી આંસુ સારી પૂછે છે તમે મારી વૈદેહીને જોઈ? હે સીતે તમે ક્યાં છો? ધરતી ગળી ગઈ કે ગગનમાં અદ્રશ્ય થયાં હે સીતે.. હે સીતે કહેતાં વિલાપ કરી રહ્યાં છે..એમનાં કાળજાથી સીતાજીના વિરહમાં ચીખ નીકળી રહી હતી...
ઈશ્વર પણ પ્રેમવવિરહની પીડામાંથી બાકાત નથી વિરહનો વિષાદ એમને પણ ખાઈ રહ્યો છે...

પ્રેમ વિરહની શું વાત કરવી? જેમ પ્રેમની અનુભૂતિ  અવૅરણીય છે એમ વિરહની આગ અત્યંત દઝાડનારી છે... શું વર્ણન કરવું?....
 
ભગવાન શિવજી માઁ સતી નાં વિયોગમાં એમનું મૃત શરીર હાથોમાં ઉંચકી બાહોમાં સમાવી આખાં બ્રહ્માંડમાં ફર્યા.. સતીના વિરહમાં આંખોમાંથી પીડાના અશ્રુ વહ્યાં..વિયોગ સહન ના કરી શક્યા ત્યારે આખું બ્રહ્માંડ માથે લીધું હતું. બધાં દેવો સાથે શ્રુષ્ટિ ડરી ગઈ હતી. વિરહની આગ ભભુકે ત્યારે કારણો ભસ્મ થવાં સર્જાય છે અને અત્યંત પીડાકરક વિરહ પછી... અણમોલ મિલનની ઘડી પણ અચૂક આવે છે..
પ્રણય ઈશ્વરનું સ્વરૂપ છે નાં એ મેલું થાય ના ભ્રષ્ટ એ પવિત્ર પ્રેમ ઝરણું સ્વર્ગથી ઉતરી આવ્યું છે. એમાં જે નાહ્ય ઓતપ્રોત થાય એ ઈશ્વરીય સ્વર્ગીય અનુભૂતિ કરે એમાં શંશય નથી.
વિરહ પ્રેમમાં પાત્રતા અને પવિત્રતા વધારે છે કારણકે એ પ્રણ્યાગ્નિમાં બળી સળગી પીડા સહી પાવન થાય છે.. ના માયા ના વાસના કે કોઈ ઈર્ષા સ્પર્શી શકે છે.. આવી પવિત્ર પાત્રતા ક્યાં શોધવી???.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

પરિભાષા શું કરવી?

પરિભાષા શું કરવી? 

શબ્દો.. વર્ણન.. પૃથ્થકરણ બધું જાણે પરવશ લાગે..
પ્રેમમાં શ્રદ્ધા વિશ્વાશ મુખ્ય બળ છે. 🌹
મીરાં!.. એક અદ્ભૂત વ્યક્તિત્વ.. ભક્તિમાં કૃષ્ણ.. વિરહમાં કૃષ્ણ.. પ્રેમમાં સમર્પણ કૃષ્ણ.. ના પર્યાય ના વિચાર ના વિવાદ..ના ફરિયાદ.. માત્ર અણીશુદ્ધ પ્રેમ વિશ્વાશ..

શ્રદ્ધાની ચરમસીમાં હતી કે રાણાએ ઝેર ભરેલો કટોરો મોકલ્યો તો કાનાનું નામ સ્મરણ કરી મોંઢે માંડી દીધો..ના ડર ના પસ્તાવો.. પ્રેમશ્રદ્ધાનું બળ.. ક્યાં જોવો આવો પ્રેમ. કૃષ્ણ અંતર્યામી છે છતાં કણ કણમાં વસેલાં છે. મીરાં એની મૂરતમાં સમાઈ ગયાં.. પ્રેમભૂખની બધી સીમા પરીસીમાં તોડી નાંખી..પ્રેમ અમર કરી દીધો..

નરસિંહ મહેતા ભક્તિમાં તરબોળ શ્રદ્ધા વિશ્વાશથી કૃષ્ણની લગન.. કંઈ બીજું નહીં માત્ર કૃષ્ણનું રટણ, ભજન અને સ્મરણ..
કુંવરબાઈના મામેરા થયાં અને એક એક કામ ફળિભૂત થયાં.. મનમાં આંખમાં દિલ હૃદયમાં માત્ર એક મુરલીમનોહર કૃષ્ણ..
બન્ને મીરાં.. નરસિંહ.. માઁ રાધાની પ્રેમલક્ષણા ભક્તિ.. પ્રેમ.. પ્રેમ.. પ્રેમ..
પાત્ર અને પાત્રતાની પવિત્રતા ઘણી ઊંચી... રાધાએ કૃષ્ણનાં વિરહમાં એવાં તપ કર્યા.. ના અશ્રુ ટપક્યાં ના ધીરજ ખોઈ.. બસ પ્રેમમગ્ન દિલ હૃદય કાનાને પોકારતું રહ્યું..
કૃષ્ણ વૃદાવન છોડી મથુરા ગયાં... પાવનભૂમિ છોડી શહેર પાવન કર્યા.. પણ..
રાધાનાં વિયોગમાં મુરલી હોઠ પર ના લાવ્યા.. ના મોરલીના સૂર વહ્યાં ના રાધાને ભૂલી શક્યાં..
પ્રેમ અને શ્રદ્ધા એકમેકનાં પૂરક છે.. જ્યોત માટે વાટ અને ધીની જુગલબંધી છે. આ પ્રેમની જુગલબંધીથી ઝળહળતો પ્રકાશ પ્રજવલિત થાય છે.. નકારાત્મક ઉર્જા દૂર થઈ અજવાળા પથરાય છે..
આ પ્રેમ.. શ્રદ્ધા.. વિશ્વાશ.. અમર છે. અમરત્વ શ્રદ્ધાંથી અમર છે. 🌹🙏.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

રંગ એહસાસનાં.. કલમે ચઢી કાગળે ઉતર્યા..

રંગ.. એહસાસનાં.. કલમે ચઢી કાગળે ઉતર્યા..

મેહુલા તારું આગમન સમય પહેલાનું ફરમાન કેમ મનાવું મનને ભલે જળ વરસતું હોય.

અમૃત ઝેર બને એવું વરસવું પણ અડવું લાગે અર્થથી અર્થ થતાં જે સ્વીકારવું અઘરું હોય.

દૂર.. ક્ષિતિજ પર કોઈ દિલની પોકાર થતી સાંભળવા મન અધિર થઈ રહ્યું હોય.

ઝાંઝવાના નીર જેવું ભ્રમ ફેલાવતું ભલેને કોઈ અજાણ્યું આહટ કરતું હોય.

ક્યાંક કાળજાનાં ખૂણે સૂતી સંવેદના ટીસ ભરી આળસ મરડી જાગૃત થતી હોય.

એક પળ.. પળમાં પણ સમાઈ લાખો વાતો સંવેદનાઓનો અર્ક "દિલ"ને હચમચાવતો હોય.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

કેવી મીઠી સવાર ભીની ભીની...

કેવી મીઠી સવાર ભીની ભીની મોહક સુંદર આકર્ષતી જાણે મોહિની.

આપોઆપ જોડાય હાથ સન્માનથી વધાવું જાણે મારી વહાલી સંગીની.

ફેલાવી હાથ માંગુ ભીખ પ્રણયની શરારત કરતી આવે મસ્તી ભર્યું સ્મિત કરતી.

નખશીખ પવિત્ર ઈશ્વરની માનીતી આવી ફેલાવતી સુવાસ આકર્ષક ફૂલોની.

મખમલી કિરણ સૂર્યનાં લાવી સાથ તેજથી દિવસ ઝળહળ સજાવતી.

મીઠાં પવન સાથે હરતી ફરતી ઝૂમતી મારી મીઠી સવાર મારું "દિલ" બહેલાવતી.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

ચાલી પડ્યો એકલો અટુલો...

ચાલી પડ્યો એકલો અટુલો હું જીવનની રાહમાં.
મળી રહેશે મને કોઈ સાથી સાચો એની જૂઠી ચાહમાં.

પોકાર મારી સાંભળશે કોઈ આ જગતમાં એવાં ભ્રમમાં.
પ્રસ્વેદ બિંદુ ટપકે કે આંસુ ચાલતાં ના સમજાય મારાં મનમાં.

ખુલ્લા આભમાં તાંકી રહું ના દેખાય જણાય મારી કોરી આંખમાં.
ઈશ્વર તું ક્યાં છે ચોક્કસ સાથ આપીશ અડગ શ્રદ્ધા મારાં દિલમાં.

કરગરતું કાળજું મારું રડી રડી થાક્યું વિનવું માઁ આવને તું દ્રષ્ટિમાં.
એકલો થઈ ગયો ના કોઈ સાથ ના પોકાર દુનિયાની ગીચ ભીડમાં.

સારું થયું એકલો છું છતાંય તારો અગમ્ય સાથ માઁ સ્વાર્થ ભરી દુનિયામાં.
સહુ રહે રચ્યાપચ્યા સદાય કોઈને કોઈ ગણત્રીમાં અરે પ્રેમ કરે કોઈ ગણિતમાં.

ના હસીને આવકાર ના કાળજીના કામ બસ જીવે સદાય અપેક્ષામાં.
જોઉં હું ઉપર આભ નીચે ધરતી મનની પાંખ ઉડી જઉં ઊંચા અવકાશમાં.

ના સમજાવું નથી સમજવું  હવેતો હદ એ થઈ ગણત્રીનાં હિસાબ ત્યાગમાં.
મનસા મારી સમાઈ જાઉં મારી મનસામાઁ માં જે સદાય ધબકે મારાં દિલમાં.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

મેહુલા.. ધરતીનો સંવાદ..

ઋતુ આવી વર્ષા.. ધરતી આભનો પ્રેમ ફરિયાદનો મીઠો સંવાદ...🌹


વરસ્યો મેહુલો સાંબેલાધાર કેવો મૂશળધાર ધરતી થઈ જળબંબાકાર.
કેટલી જોવડાવી રાહ મેહુલા ધરતી પુકારે કેટલો સહું હું વિરહનો તાપ સરકાર.

સાગર ભરું હું નદી તળાવ સરોવર કુવા છલોછલ કરું   છતાં મારી ક્યાં દરકાર?.
મેં ઉછેર્યા છોડ ઝાડ વનસ્પતિ પૂરું કરું જળ હર જીવને હું ધરા તારાથી ખુશહાલ.

હર વર્ષા ઋતુએ આવું વરસી હરિભરી કરું તને મારાં જળમાં કેટલી પીડા કેટલો આનંદ કોને ખબર?
ગરજુ ઘણો વરસું ઘણો હર બુંદમાં મોકલું સંદેશ આંસુનાં જળ "દિલ"થી નીચોવું તું બેખબર.🌧️
દક્ષેશ ઇનામદાર."દિલ"..

ઇર્ષાની આંખ અવશ્ય ફૂટે જ્યારે...

ઇર્ષાની આંખ ફૂટે જ્યારે આસમાની પ્રચંડ સજા મળે.
અગ્નિ કાળો સમાવી ના શકે ઇર્ષામાં જેને અંધાપો મળે.

સીધા જનારને આંટી ભરાવે એવા કાળમુખાને નરકમાં જગ્યા ના મળે.
શ્રુષ્ટિ પંચતત્વની આજે નહીં તો કાલે ન્યાય જરૂર તોલે.

ચોખ્ખા થાય હિસાબ આ જન્મમાં જ આવતો જન્મ ના મળે.
કપટીઓને કોઈનું પણ "દિલ" પાકું ઓળખે એને કદી રાહત ના મળે.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

સમય સમયની ખાસ વાત...

સમય સમયની ખાસ વાત..એ ક્યારેક સવળો ક્યારેક અવળો..

ના સહેવાય ના રહેવાય ના કોઈ સાથ ના સલાહ સાવ કડવો.

કાલે સવારે શું થશે ખબર નથી ના રાત આખી સુવા પણ દેતો ઉજાગરો.

છાતીમાં ભીંસ શરીરમાં ધ્રુજારી ચિંતામાં પળ પળ બાળતો.

સાંત્વનની આશ પણ કરે નિરાશ ઉપરથી લોક દાઝ્યા ઉપર ડામ દેતો.

સ્થિતિ સંજોગથી નિરંતર લડતો પ્રેમ વિના ટળવળતો એકલો પાડી દેતો.

ના આંસુ વહે ના દુઃખ કહેવાય કેવી વિકટ સ્થિતિમાં ઈશ્વર મુકતો.

મોત લાગે મીઠું ભાગી જવા મન ચાહે  "દિલ"માં સતત કકળતો.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

વ્હાલનું વધ્યું જોર..આંખોમાં ઉભરાય આંસુ...

વ્હાલનું વધ્યું જોર આંખોમાં ઉભરાય આંસુ હાથમાં નથી હૈયું હું શું કરું?

કેટલાં મનાંમણાં કેટકેટલો પ્રેમ સંવેદનાની સેર તોય અબોલા હું શું કરું?

પીડાનું નામ ઝગડાનું કામ ભૂલે પ્રેમ સદાયનો સાથ તોય ફરિયાદ હું શું કરું?

સમર્પિત પ્રેમ ના કોઈ માંગ સહવાસની તરસ પળ પળનો એહસાસ હું શું કરું?

દુઃખે પેટ ફૂટે માથું કોણ સમજાવે કાયમ એકતરફી ફરિયાદ હું શું કરું?

રાખી પથ્થર "દિલ" પર સહી લઉં પ્રેમમાં અંતે તારાથી જ હું બોલ શું કરું?
દક્ષેશ ઇનામદાર."દિલ"..