Followers

ઇર્ષાની આંખ અવશ્ય ફૂટે જ્યારે...

ઇર્ષાની આંખ ફૂટે જ્યારે આસમાની પ્રચંડ સજા મળે.
અગ્નિ કાળો સમાવી ના શકે ઇર્ષામાં જેને અંધાપો મળે.

સીધા જનારને આંટી ભરાવે એવા કાળમુખાને નરકમાં જગ્યા ના મળે.
શ્રુષ્ટિ પંચતત્વની આજે નહીં તો કાલે ન્યાય જરૂર તોલે.

ચોખ્ખા થાય હિસાબ આ જન્મમાં જ આવતો જન્મ ના મળે.
કપટીઓને કોઈનું પણ "દિલ" પાકું ઓળખે એને કદી રાહત ના મળે.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

સમય સમયની ખાસ વાત...

સમય સમયની ખાસ વાત..એ ક્યારેક સવળો ક્યારેક અવળો..

ના સહેવાય ના રહેવાય ના કોઈ સાથ ના સલાહ સાવ કડવો.

કાલે સવારે શું થશે ખબર નથી ના રાત આખી સુવા પણ દેતો ઉજાગરો.

છાતીમાં ભીંસ શરીરમાં ધ્રુજારી ચિંતામાં પળ પળ બાળતો.

સાંત્વનની આશ પણ કરે નિરાશ ઉપરથી લોક દાઝ્યા ઉપર ડામ દેતો.

સ્થિતિ સંજોગથી નિરંતર લડતો પ્રેમ વિના ટળવળતો એકલો પાડી દેતો.

ના આંસુ વહે ના દુઃખ કહેવાય કેવી વિકટ સ્થિતિમાં ઈશ્વર મુકતો.

મોત લાગે મીઠું ભાગી જવા મન ચાહે  "દિલ"માં સતત કકળતો.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

વ્હાલનું વધ્યું જોર..આંખોમાં ઉભરાય આંસુ...

વ્હાલનું વધ્યું જોર આંખોમાં ઉભરાય આંસુ હાથમાં નથી હૈયું હું શું કરું?

કેટલાં મનાંમણાં કેટકેટલો પ્રેમ સંવેદનાની સેર તોય અબોલા હું શું કરું?

પીડાનું નામ ઝગડાનું કામ ભૂલે પ્રેમ સદાયનો સાથ તોય ફરિયાદ હું શું કરું?

સમર્પિત પ્રેમ ના કોઈ માંગ સહવાસની તરસ પળ પળનો એહસાસ હું શું કરું?

દુઃખે પેટ ફૂટે માથું કોણ સમજાવે કાયમ એકતરફી ફરિયાદ હું શું કરું?

રાખી પથ્થર "દિલ" પર સહી લઉં પ્રેમમાં અંતે તારાથી જ હું બોલ શું કરું?
દક્ષેશ ઇનામદાર."દિલ"..

કુણું કોમળ દિલ મારું....

કુણું કોમળ દિલ મારું વાગી કાળજે ઘા કાળમીંઢ  પથ્થર બની ગયું.
ઉભરાતું સંવેદનાથી સદાય હૃદય મારું કારમી પીડામાં સરકી ગયું.

હોઠે આવેલાં બોલ પ્રેમનાં પાછાં ફરી ગયાં જાણે જીભ સિવાઈ ગઈ.
પીડા વિરહની આવું કરાવે? કે સંવેદનાની કદર આંસુમાં ધોવાઈ ગઈ.

સ્ફુરતાં શબ્દો સાથે મનમાં કેવી કલ્પનાઓ શણગાર વિનાની થઈ ગઇ.
કાવ્ય કવિતા વાર્તાની રસિક વાતો કઠોર વાસ્તવિકતામાં પલટાઈ ગઇ.

કોરી ખાતી કારમી વિરહની વેદના સમજણ વિનાની કારણ બની ગઈ.
કાયમ સાથ સાથ રહેવાની બન્નેની અચળ પ્રેમકામના હાસ્યાસ્પદ બની ગઈ. 

એક પળ નહીં વિતે "મારાં" વિના એવું કહેનારી પ્રિયતમા પારકી થઈ ગઈ. 
લાગણીથી ઉભરાતી આંખો સુકાઈને સૂકા રણમાં ફેરવાઈ ગઈ.

કોની લાગી કાળી નજર કે  દિલથી દિલ મળતું શાપિત બની ગયું.
પ્રેમનાં ઉમંગ અને ઉત્સાહથી ઉછળતું "દિલ" મારું મૃતપ્રાય થઈ ગયું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..