Followers

Showing posts with label Life Poems. Show all posts
Showing posts with label Life Poems. Show all posts

અંત" તો અનંત હોય...

 *"અંત"* તો અનંત હોય એનો તે કેવો શોક?

એ મંથર પગલે આવે કોઈ ના જાણે *"લોક".* 


ખુશ થશે *"સહુ"* જો આજ જન્મે થયો ન્યાય.

લોહીમાં  ભળ્યો  *"શેતાન"*  હવે તન થશે રાખ.


ઝઝૂમી  જીંદગીભર મૃત્યુશૈયા પર સૂતો *"રાંક".* 

રડી રડી હસ્યો ખૂબ *"દિલ"* માં અધૂરા અરમાન.


 *દક્ષેશ ઇનામદાર.* *"દિલ"..*

સાગરની સીમા તીરે ભરતી....

સાગરની સીમા તીરે ભરતી સુધી પછી શું કરવાનો?

ઉછળી ઉછળી મોજા માથું પછાડે પછી શું કરવાનો?


સરિતાનો જળ સંગ આવેગ સમાવે પછી શું કરવાનો?

પચાવી ગંદકી  સ્વાર્થની ઝેરી બને પછી શું કરવાનો?


ખુદનાં જળને  વરાળ કરી વાદળ  કરે પછી શું કરવાનો?

અપમાન સહી  ઉછળયા કરે  બિચારો બીજું શું કરવાનો?


કહેવાતો વિશાળ સાગર  ખુદથી ખુદમાં જ સમાઈ જનારો.

ઉપકાર ભૂલી સહુ "ખારો" કહે "દિલ"થી આંસુ વહેડાવાનો.


દક્ષેશ ઇનામદાર."દિલ"..

હજી...

આત્મશ્લાઘા પરોવાઈ જોને ધોળાકાળા વાળમાં હજી.
જતાવ્યાં વિના કહી દે છે કહાની બધી ચુપચાપ હજી.
નૂર આંખના નથી અસ્ત વાંચે દૂર દૂર સુધીનું સ્પષ્ટ હજી.
જમાનો અંકાય સહુનો ભલે કાળ બદલાય યાદ હજી.
ઋતુ પ્રમાણે રંગ બદલે અંબર હર રંગમાં દૈવત મળે હજી.
કાળનું કામ બદલાવું "દિલ" એવું ને એવું હરકાળમાં હજી.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

બે મોંઢાના માનવી..

સહુને ખુદનાં સ્વાર્થમાં જ રસ બતાવવા પરમાર્થ.
બે મોંઢાના માનવી ચહેરા પર મહોરું પરખાય.
નીર ઝાંઝવાના તરસ ક્યાં બુઝે ઉપરથી કંઠ ચોળાય.
ગાજ ગાજ કરતું આભ પણ ટીપું જળ ના વરસાય.
તરુણા ઓથે ડુંગર છાંયનો માત્ર આભાસ થાય.
મીઠાં વેણ કર્ણમાં રેડાય માંહ્યલો કડવા ટોણા ખાય.
રોબ મને ખુદનો કોઈના ઉપકારનાં ભાર નહીં વેઠાય.
ગણત્રીનાં ગણિત સહુનાં એવાં "દિલ"માં ક્યાંથી સમાય?.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

નિર્વાણ..

રુધિર ઉકળે પરાકાષ્ઠાએ પ્રેમ હોય કે લડાઈનું રણ.
છેદન થયું કોમળ હૃદય મારું પ્રેમનું નિષ્ઠુર આ રણ.
રોજ રોજ નવું મરણ મળે તોય ના છૂટે દેહથી જીવ.
તને પામી બન્યો દિવાનો શત્રુ સર્વત્ર હું એકલો જીવ.
દેહનાં એક એક કોષ સુકવે એવાં જાળવે સહુ સબંધ.
કાસળ કાઢવું પ્રેમનું બન્યું લક્ષ્ય આંખનાં સહુ અંધ.
અગ્નિશૈયાએ સુવાડી મને સહુ કરશે જાણે નિરાંત.
નહીં મળે સગડ દિલનાં સ્વયંભૂ થશે એનું નિર્વાણ.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ક્યાં?

સુધારવાવાળા ખુદ ઝાંખે ખુદમાં રોપાયો દોષ ક્યાં.
બગડી જ ક્યાં ગયેલો હું દ્રષ્ટિમાં જ ભેદ હતો ત્યાં.
વર્તન વિચાર સહુનાં સમજું ઘણાં હવે નવાઈ રહી ક્યાં.
સીમટી ગયો ચાર દિવારીમાં તોય હખ નથી કોઈને ત્યાં.
પૃથ્થકરણ કરે મન વિચારોનું ભૂલ જ નથી તો શોધું ક્યાં.
અંધ બન્યા અંતે સ્વાર્થમાં સહુ અરીસો જોઈલો તમે ત્યાં.
ભૂતકાળની ભૂલો ભલે ભૂલ્યા તમે પણ વર્તમાન ખંખોળો ક્યાં.
ત્યજાયેલું "દિલ" થયું મુક્ત બેફિકરાઈથી જવું નિશ્ચિન્ત ત્યાં.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

હતો પતંગિયું...

 હતો  પતંગિયું   ઉડયા  કર્યું  પળ  પળ.

આજે  અહીં  કાલે  તહીં   હું  કામ  પર.

મનમાં  લક્ષ્ય   જીગરમાં   હિંમત  પ્રખર.

ધૂન ફરજની ભૂતકાળ ના  થાય ભવિષ્ય.

માંહ્યલો   તડપતો  કોણ  જાણે  હરપળ.

અંતે "દિલ" બન્યું વૃક્ષ ના રહ્યું સ્થળાંતર.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ધરતી સમાવે હૂંફાળા ખોળામાં...

ધરતી સમાવે હૂંફાળા ખોળામાં ક્યારે ભસ્મ કરી ભેળવે ખુદમાં 

ખબર ના પડે.


જળ જીવાડે લાગે શીતળ  આગ લગાડી ખુદમાં ક્યારે વરાળ કરે ખબર ના પડે.


અગ્નિથી થાય ક્રિયાઓ જૈવિક આપે તેજ હૂંફ ક્યારે  જ્વાળા દઝાડે ખબર ના પડે.


વાયુ બની પ્રાણ આપે જીવન વિના એનાં જીવવું ભારે ક્યારે ગૂંગળાવે ખબર ના પડે.


આકાશથી વરસે અમૃત સુંદર નભ સૂર્યચંદ્ર સમજાવે પ્રેમ સંસ્કાર ક્યારે આપે પાયમાલી ખબર ના પડે.


પંચતત્વની આ અનુઠી સુંદર શ્રુષ્ટિ સ્વર્ગીય ક્યારે નર્કની યાતના આપે ખબર ના પડે.


પરમકૃપાળુ પરમાત્મા કોઈપણ રૂપ સ્વરૂપ કરુણામય ક્યારે સંહાર કરે ખબર ના પડે.


એમનાં ચરણોમાં સંપૂર્ણ સમર્પિત એમનાંથી સુરક્ષિત છતાંય વિવશ છું કેમ ખબર ના પડે.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

સુધારવા વાળા ખુદ ઝાંખે....

સુધારવા  વાળા  ખુદ   ઝાંખે   ખુદમાં  રોપાયો  દોષ   ક્યાં.

બગડી  જ  ક્યાં  ગયેલો   હું   દ્રષ્ટિમાં  જ  ભેદ  હતો  ત્યાં.

વર્તન  વિચાર સહુનાં  સમજું  ઘણાં  હવે નવાઈ  રહી  ક્યાં.

સીમટી  ગયો  ચાર  દિવારીમાં  તોય  હખ  નથી કોઈને  ત્યાં.

પૃથ્થકરણ  કરે  મન  વિચારોનું  ભૂલ જ  નથી તો શોધું  ક્યાં.

અંધ બન્યા  અંતે સ્વાર્થમાં  સહુ  અરીસો  જોઈલો તમે  ત્યાં.

ભૂતકાળની ભૂલો ભલે ભૂલ્યા તમે પણ વર્તમાન ખંખોળો ક્યાં.

ત્યજાયેલું "દિલ" થયું  મુક્ત બેફિકરાઈથી  જવું નિશ્ચિન્ત ત્યાં.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

કણ કણમાં ઈશ્વર......

 

કણ કણમાં ઈશ્વર કંકર કંકરમાં સમાયો શંકર.

આસ્થામાં સનાતનનાં પરોવાયા પવિત્ર સંસ્કાર.

વિશ્વાસ શ્રદ્ધાથી થાય સંસારનાં બધાં વ્યવહાર.

સ્વાર્થ ને અહંમમાં ઇર્ષાનો દઝાડતો અગ્નિ લાલ.

આભ પર આજ છે જે કોઈ કાલ જમીની સફર.

સમયકાળ જ મહાન, નથી કદી મનુષ્ય બળવાન.

નિદ્રામાં વિચારો  સાથે મન મળે જો ફોકટ સ્વપ્ન.

પણ મન સાથે પરોવાય "દિલ" ઉજાગર હકીકત.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ઉજાગરા અઘરા......

ઉજાગરા અઘરા કાળી રાતની ઝેરીલી નાગચૂડ.

રેશમી  અંધારા છો ને દઝાડતાં વિચારોની સંદૂક.


છેલ્લી  રાતની  ગણત્રી  યાદોમાં  પીડાતું  દુઃખ.

છુટકારો માંગુ જીવનો સાથીની નિર્લજ્જ બંદૂક.


લોહી થિજ્યું નસમાં કેવો પ્રહાર સહુ હું નિરંકુશ.

લોહીલુહાણ દિલ મારું રાખ થવા બળું અદભુત.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

દશેરા પર્વની શુભકામના...

 🌹🔱દશેરાનું પાવન પર્વ..દુષ્ટતા ઉપર પ્રેમનો વિજય..🔱🌹

🌹🙏વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામના.🙏🌹

સતિ   સીતાને   રામે   કર્યો.  કેવો    પ્રેમ    અપાર.

દુષ્ટથી    છોડાવી    પ્રિયેને    કેવો    પ્રેમ.   અમાપ.

મંગળકારી     દિવસ    આજનો.    કોટી.    પ્રણામ.

ઈશ્વરને    આપવી   પડી    કસોટી   પ્રેમનું     દૃષ્ટાંત. 

છેહ  દીધો  રાવણે  એનું   એણે   ભોગવ્યું  પરિણામ.

અહંમ એનો ચૂર ચૂર થયો અંતે નામશેષ થયો દશાનન.

સંદેશ લઈશું માનવી કાળા માથાનાં નહીંતર અંત સંપૂર્ણ.

"દિલ"થી કરું પ્રાર્થના પ્રભુ આપજો બુદ્ધિ ધન સંસ્કાર.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ગજાવતો મેઘ આભને...

 ગજાવતો મેઘ  આભને  કહેવા કંઈક મથી રહ્યો. 

અનરાધાર વરસતો મેહુલો આંખથી છલકી ગયો.


કારણ  ના સમજાયું  મુશળધાર  એ  વરસી ગયો.

હતી તરસ વરસોની આજ એ બધું ભીંજવી ગયો.


ક્યારથી દાબેલી ટીસ હૃદયની  હળવેથી કાઢી ગયો.

ઉકળાટમાં રહેલો મેઘ આજ "દિલ"થી વરસી ગયો. 

દક્ષેશ ઇનામદાર."દિલ "..

ચિંતા છોડી બધાની....

 ચિંતા છોડી બધાની નિજાનંદમાં હું છું જીવું.

તનમનથી  મોકળો થઈ  નિજાનંદમાં હું જીવું.


પારોઠનાં પગલાં ભરી દુનિયાથી છેતરાતો બચુ.

વહેતા પવનની વહારે આકાશે  ઉંચે ઉડતો ફરું.


મનનું ધાર્યું  જીવીને જગબત્રીસે  હું ચઢતો રહુ.

જગના નગ્ન નાચમાં  આખો બંધ રાખીને જોઉં.


ઓઢું આભને ને વરસતો મેહુલો આનંદે હું રહું.

"દિલ" જાણે ખેલ જગના પ્યાદુ બની ના જીવું.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

મેળો ભરું એકાંતમાં ને......

 મેળો ભરું એકાંતમાં ને રહી ગયો હું એકલો.

સંવેદનાનાં પુર ઘણાં ને  આંખ વરસી એટલી.


ઉભરાતી મેળાની મેદનીમાં જીવું છું હું એકલો.

હૈયામાં વિરહની યાદોની લંગાર લાગી એટલી.


ડીજીટલ થયો સાથ હવે વાસ્તવમાં હું એકલો.

પીડા વધી જાણે સાગરમાં ભરતી વધે એટલી.


કુદરતની રમણીય જાનમાં રહ્યો છું હું એકલો.

સ્પંદનોની હોળી જોને "દિલ" સળગે  એટલી.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ધરતીપુત્ર હું કોને જઈને...

 ધરતીપુત્ર હું કોને જઇને કહું કુદરતની દુષ્કર્મી.

વરસ્યો એટલો મેહુલો ધાનમાં છાઈ લીલોતરી.


મોલ લહેરાયો ખેતમાં રાજીપો થયો "દિલ"માં.

અનરાધાર વરસ્યો  વરસતો  ના  રહ્યો માપમાં.


કરગરી રહ્યો કર ખમૈયા મોલ બગડ્યો ખેતમાં.

વરસી બરબાદ કર્યો ને વરસે છે મારી આંખમાં.


નજર સામે મહેનત વહી  ગઈ જાણે  પાણીમાં.

જગતનો તાત ભિખારી બની તાકે હવે આભમાં.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

મૂઠી ઉંચેરા માનવી...

 મૂઠી ઉંચેરા  માનવી જે સંસ્કાર  વર્તાવથી પરખાય.

ક્યાં જઈ  શોધવા હાલ  હળાહળ  કળિયુગ વર્તાય.

સૌહાર્દ સૌમ્યતા  વર્તનમાં જાણે પોતાનું  અનુભવાય.

ક્યાં ગયાં એ માનવી બધાં શું કાળ બદલાયો જણાય.

આંખો ભીંજાય યાદમાં હાલ એમની જ ખોટ વર્તાય.

ઊંચાઈ સાચી હતી પારખી હાલ સૂરજ નમ. દેખાય.

વહેતાં પવન બદલાઈ ગયા ને હવા દઝાડતી જણાય.

કેમ કરી મનાવું "દિલ"ને સાપ ગયાં લીસોટા જોવાય.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ચાક પડે ચહેરા પર...

ચાક પડે ચહેરા પર અનુભવ 
બધાં અઘરા અંકાય.
પા પા પગલીથી માંડી જીવન 
ફલાંગ મારતું જણાય.
તેજ ઝળહળી રહ્યું ભાલ પર 
"પ્રેમ" ભક્તિ સમજાય.
પગલાં ભરુ સાથમાં ભેરુ 
તન મન જીવ સમર્પિત થાય.
સરી રહ્યો સમય હાથથી 
કર્મ આકાંક્ષા અધૂરી જણાય.
અંતિમ શૈયા સ્મશાનની 
દિલ થઈ ભસ્મ અનંતમાં જાય.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

જાણું છું

જાણું છું હું શૂન્ય છું હું 
છતાં કિંમત વધારું તમારી હું.
અનાદાર ઉપેક્ષા કરી હજી 
લૂંટો આનંદ સમજું બધું હું.

એક પરિઘમાં રહી વિચાર્યું તમે 
સીમાઓ તોડી જીવું હું.
શૂન્ય ગણી ગણત્રીમાં લીધો નહીં 
હવે કિંમત સમજાવું હું.

દુનિયા ગોળ ના સમજે ડફોળ 
આજે તું તો કાલે છું હું.
કિંમત સમજાઇ જશે શૂન્યની
સહુને "દિલ" ઠારીશ પછી હું.

દક્ષેશ ઇનામદાર..."દિલ"..

યોગ...

યોગ થયો યોગ દિવસનો 
ચલો કરીએ યોગ.
હિન્દુસ્તાનની સંસ્કૃતિનો 
અદભુત આવિષ્કાર યોગ.
તન મન સુદ્રઢ કરે 
વ્યાયામ સાથે ભવ્ય યોગ.
દિલ કરે નમસ્કાર સૂર્યનાં 
પરોવી સાથે પવિત્ર યોગ.