Followers

Showing posts with label Quotes. Show all posts
Showing posts with label Quotes. Show all posts

આજની નવી સવારની...

 🌹આજની નવી સવારની શુભકામના🌹🙏🌹

ભૂત ભૂલી એક નવો દિવસ માણીએ.

વીતી રહેલાં  સમયને કર્મથી  પકડીયે.

આપી  દિલને દિલાસો નવેથી જીવીએ.

સમજણમાં સમરસતા...

સમજણમાં સમરસતા ના આવે તો 
ગમે તેવા સબંધ અબોખા અને અપાચ્ય થઈ જાય.
આત્મસન્માનને આગળ ધરી અહંમ 
પોષતા ધનવાન સંબંધો નિષ્પ્રાણ થઈ જાય.

राष्ट्रभाषा दिनकी वधाई।

हमारी  राष्ट्रभाषा है हिंदी।
देवनागरीसे आई है  हिंदी।
हमें  नाझ  है  हम है  हिंदी।
भाषा नहीं संस्कृति है हिंदी।
आज शुभ दिन भाषा हिंदी।
दिलसे शुभेच्छा भाषा हिंदी।
दक्षेश इनामदार।"दिल"..

સ્થિર થયો સમય હમણાં સુધી....

સ્થિર થયો સમય હમણાં સુધી એ દોડ્યાં કર્યો. 
ક્યાં ગઈ તારી ઝડપ હવે બોજ તું બની રહયો. 

ગમતી ક્ષણોને હવા બનાવી  ઉડાવતો રહયો. 
ના વિતતી પળને હવે તું સ્થિર બનાવી રહયો. 

કહે બધાં સમય સમયની વાત સાંભળી રહયો. 
ક્યાં ગયો એ સમય મારો જે હાથથી સરી ગયો. 

નહીં બનું પરવશ જો એ પળો મમળાવી રહયો. 
કેદ કરી "દિલ"માં એ પળોને તને શરમાવી રહયો. 
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

સ્થિતિઓ..

દશા ગ્રહની કે જીવતી જીંદગી કાયમ 
કોઈને કોઈ પાઠ ભણાવે છે .
આજે સારી કાલે નરસી સ્થિતિઓ પર માનવીનો કાબૂ ક્યાં હોય છે?

તારો પરચો...

હે ઈશ્વર હું તને દઉં સાદ 
તું વળતો જવાબ આપ.
સાંભળું અવાજ કર્ણપ્રિય 
તું ફરી ફરી આહટ આપ.
સાક્ષાત્કાર વધું શું હોય ?
તારો પરચો  માઁ  લાજવાબ.

પ્રેમ કેરો એહસાસ..

રમે વાદળીઓ અનિલ સંગ નભ કેરે જાણે વર્ષાનાં એંધાણ..
ધરા પર કરતો સફર જોઉં નભમાં ખુદનો પ્રેમ કેરો એહસાસ..


મીઠી યાદો...

પવન કેરો સાદ કાનમાં આવી 
મને કંઇક કહી ગયો.
સવાર સવારમાં મીઠી 
યાદોને યાદ કરાવી વહ્યો ગયો.
યાદોમાં પરોવાઈ ઈશ્વરને 
કરવાની ફરિયાદ ભૂલી ગયો.

પંચતત્વની શ્રુષ્ટિ...

પંચતત્વની શ્રુષ્ટિ એનો કરિશ્મા વહેલી સવારથી રાત્રિનાં અંત સુધી છવાયેલો હોય છે.
પળ પળ એને દિલથી માણવાથી અંધારામાં પણ ઉજાસ અનુભવાય છે.

આશાઓ...

રોજ સુરજ ઉગે ને દિલની ઈચ્છાઓ અભિલાષાઓ પુરી થશે એવી આશા જાગે.

સંધ્યા ટાણે સૂરજ આથમે ને સાથે સાથે સંઘરેલી બધીજ આશાઓ પર પાણી ફરી વળે.


ઘા..

અગન છોડે સૂરજ 
ગગનનો લઈ સાથ.
પવન રૂંધે જળની કિલ્લત 
કુદરતનો શ્રાપ.
જાતે કર્યા ઘા માનવે 
ખુદનો જીવવા ત્રાસ.


રમત બાવન પત્તાની...

રમત બાવન પત્તાની જોકરની કિંમત કેટલી?.
જરૂર પડે ત્યાં ગોઠવે બાકી એ બહાર ફેંકાય

વર્ષોનાં વાહણા વીતી...

વર્ષોનાં વાહણા વીતી ગયાં છતાં કાળજે કોતરાયેલી વાત આજ યાદ આવી ગઈ.
ચોક્કસ ઘડેલી ઘડી એ પળ હતી માઁ સાથેની એ કરગરેલી વાત યાદ આવી ગઈ.

"દિલ"ની વાત...

ધરતી કરે પોકાર કહે "દિલ"ની વાત.
આંસુનાં વરસાદે ગગનનો જવાબ.
શોર કરતા પવનનો નીકળે નિશ્વાસ.
અગ્નિ કેરો સૂરજનો કેવો આ પ્રસ્તાળ.
પંચતત્વ દેખાડે જીવને કેવો આવિષ્કાર.

સ્વજન...

આંખોથી પડળ હટાવો નથી એ આપણા સ્વજન.
દગાખોરી રાખી દિલમાં શત્રુ આવ્યો બની સ્વજન.

શ્રદ્ધાનું બળ ...

વિશ્વાસઘાતનાં અતિક્રમણ સામે મારું શ્રદ્ધાનું બળ હજી અકબંધ છે.
માનવ હોય કે ઈશ્વર હળાહળ કળિયુગમાં બન્ને ભરોસાથી પર છે.

મહેનત...

સાતમાં આસમાને વિહરુ
ના કોઈ સંકોચ ના ડર.
પંખ મળી પરિશ્રમની ઉડી 
આકાશે ધરા પર રાખી પગ.


ડુબાડી હક્ક...

ડુબાડી હક્ક અમારાં તમેં થઈ ગયા ધનવાન.
અલ્પઆયુ સુખ તમારું થશે હિસાબ સમાન.

હવામાં ઉડશો નહીં નથી પંખ ના પુષ્પક વિમાન.
હેઠા પડવું નિશ્ચિત તમારું પળ પળ કાળ સમાન.


ઘણાં...

શબ્દ ઘ્વની સાંભળવા અધિરા કાન મારાં ઘણાં.
સમય ક્યાં તમને તમારે તો ના કહેવા કારણ ઘણાં.

કારણ વિના...

પાળ બાંધો ઉત્સાહ પર જે ઉભરાઈ રહ્યો કારણ વિના.
ના કરો ભૂલ પારખવામાં નહીંતો દુઃખી થશો કારણ વિના.