Novels Available in HardCopy/Paperback
પ્રેમાગ્નિ
- હદયનાં બે બોલ
‘પ્રેમાગ્નિ...’એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ
એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને પુરુષ
એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરતનાં ખોળે જન્મેલી અને પ્રકૃતિનાં
પ્રેમ અભ્યાસમાં પરોવાયેલાં બે માનવ જીવની હૃદયસ્પર્શી કથા.
એક નાયક અને બે નાયિકાની સામાન્ય કથા નથી
આ. નાયકનાં લગ્ન સામાજિક રૂઢિરિવાજ પ્રમાણે પ્રથમ નાયિકા સાથે રચાય છે. સમજ અને
પ્રેમથી નિભાવે છે. નાયક અને પ્રથમ નાયિકાની પસંદ-નાપસંદ અલગ-અલગ હોવા છતાં સુખી
સંસાર છે. વિધિનાં લેખ અનુસાર પ્રથમ નાયિકાની આ દુનિયામાંથી વિદાય થાય છે. નાયકનાં
જીવનમાં ફરી પ્રેમ સંસ્કાર પરોવાય છે. બીજી નાયિકા સાથેનાં સંબંધમાં જાણે જન્મોના
પ્રેમ-બંધનની અનુભૂતિ થાય છે. ક્યારેય જુદા ન થવાના કોલ અપાય છે. પ્રેમ પરવાન ચઢે
છે.
વિધિનાં લેખની વિચિત્રતા છે કે નાયિકાનાં
જીવનમાં કુટુંબથી – સામાજિક રીતે નવા પાત્રનો પ્રવેશ થાય છે, જે સમાજ-કુંટુંબનમાં
અમાન્ય છે. નાયિકા તો પ્રેમસાગરમાં ડૂબેલી છે. નાયક સાથે એક જ પ્રેમઓરામાં શ્વાસ
લે છે.
એક એવી પ્રેમકથા જે જન્મોનાં પ્રેમ સંસ્કાર
સાથે આ દુનિયામાં જીવ જન્મ લે છે – સામાજિક અને કુટુંબનાં સંબંધના ગણિતના
આટાપાટામાં સંકળાય છે. કેવી રીતે નિભાવે છે. સાથે સાથે કુદરત-પ્રકૃતિ સાથેનો પ્રેમ
કેવો સંકળાયેલો છે... પ્રેમીજનો પ્રેમ કેવી રીતે નિભાવે છે એ સંબંધોને વાચા આપતી
નવલકથા પ્રેમાગ્નિ. ‘બંધન ઋણાનુબંધનાં’
Payment Options ?
ReplyDeleteCash On Delivery, GPAY, PAYTM & NETBANKING
Delete