Followers

Showing posts with label Love Poems. Show all posts
Showing posts with label Love Poems. Show all posts

નાસૂર બની પીડયું ઘણું....

 નાસૂર બની  પીડયું ઘણું મને છતાંય સહ્યા કર્યું  મેં.

ઉફ્ફ  ના કરી ના કરી ફરિયાદ પણ ધરબી રાખ્યું મેં.


પ્રેમ કરેલો  કોઈ દેખાડો નહીં  નિભાવી જાણ્યો છે મેં.

થાય ઝગડા  પણ એમાં  અહમ  કદી  પાળ્યો નથી મેં.


મારું સમજી સદાય વર્તયો એવી સમજદારી કેળવી મેં.

વારે વારે અહંમને "એ" પંપાળે એવું કદીયે નથી કર્યું મેં.


એક જીવ થયાંનાં બોલ હતાં જુદારો કદી  નથી કર્યો મેં.

ભૂલી  પાપ પોતાનાં સદાય ગુનેગાર હું એવું નથી કર્યું મેં.


જગમાં કોઈ ના કરે એવો પ્રબળ  પરિણય કર્યો  ફક્ત મેં.

પડ્યા ઉપર મારે પાટું એવાં અત્યાચાર "સહુનાં" સહ્યા મેં.


પાગલ બાવરો બની પ્રેમ કર્યો અપાર દાખલો બેસાડ્યો મેં.

મેં મેં લખી "દિલે" સમજાવ્યું પણ પથ્થર પર પાણી કર્યું તેં.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

દૂર ક્યાંક ક્ષિતિજ પર...

 દૂર ક્યાંક ક્ષિતિજ પર જોઈ રહ્યો ખુદને સાવ અજાણ્યો.

કોઈ સાથી શોધું સાથમાં હું સાવ રહી ગયો અહીં એકલો.

ગોળો જોઉં હું પૃથ્વીનો બ્રહ્માંડથી નરી ભીડથી ખદબદતો. 

ભીડમાં પણ કોઈ એક ના જોયું  હાથ થામે મારાં  સાથનો.

માર્યા હશે બાણ વ્યંગનાં જોયું નહીં પણછ પહોંચો રૂદનનો.

"દિલ"રડયું એકલું બસ નથી પનારો ખોટોય ક્યારેય કોઈનો.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

કાળી અંધારી મેઘલી રાત...

 કાળી અંધારી મેઘલી રાત તારો દૂર થયાનો એહસાસ.

થયા પગરવ સ્મશાન  તરફ તારી  જુદાઈનો એહસાસ.


ક્રૂર વિધાતાએ વાર કર્યો હૃદય  તૂટયાનો છે  એહસાસ.

નાસમજે સમજ ફેર કર્યો ગેરસમજનો પાકો એહસાસ.


કરી વાત તેજોમય થકી પણ હળાહળ ઝેરનો એહસાસ.

સંવેદનશીલ હૈયું રડી ઉઠ્યું  અવામાનનાનો છે એહસાસ.


કર્યો એવો મેં પ્રેમ તને કોઈ કરે નહીં એ રોબનો એહસાસ.

"દિલ"માં ઉજાસ મારાં પ્રેમનો પરવાન ચઢયાનો એહસાસ.

દક્ષેશ ઇનામદાર."દિલ'..

જીવતા થયો પ્રેત....

 જીવતા થયો હું પ્રેત કારણ મૃત્યુનું મળ્યું નહીં.

સાબિત કર્યો ગુનેગાર નિર્દોષ મને માન્યો નહીં.


પ્રેમ કરી બદનામ થયો કિંમત સાચી કરી નહીં.

સંવેદનાનો શિકાર થયો ન્યાય મને મળ્યો નહીં.


જીવીને કરવું શું હવે કારણ શ્વાસનું મળ્યું નહીં.

કહેવું હતું ઘણું મને સાથ શબ્દોનો મળ્યો નહીં.


લાશ ના બળવા મળી ને અગ્નિદાહ દીધો નહીં.

ભળ્યો હું પંચતત્વમાં મારે રાખમાં ભળવું નહીં.


ના વિધિ પાછળ કર્મકાંડ કર્મ કોઈ રહયું નહીં.

"દિલ"નો થયો મોક્ષ સીધો ના કોઈ નડયું નહીં.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

યાદ ભરી દિલમાં..

 યાદ ભરી "દિલ"માં આ ખજાનો મારો.

વહેંચવા લૂંટાવા નથી એ કિંમતી ઘણો.


મારો અંગત દસ્તાવેજ યાદોથી ભરેલો.

સુવર્ણ કેરી ધાર મઢી મહામુલો અનેરો.


કોઈને શું ખબર ઈશ્વરથી પુષ્ટ થયેલો.

"દિલ"થી મળે દિલ ત્યારે વરસે મેહુલો.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

તું ફૂલોની ડાળ.. હું.

 તું ફૂલોની ડાળ હું પાનખરની સાંજ.

તારે ખીલતી કૂંપળ મારે થવું રાખ.


પ્રેમ કરી બેઠો આજ હવે થઈ રાત.

કેમ કરું હું મેળ ના સમજાય વાત.


મનમાં ઉઠતી તરંગ કેમ આપું સાથ.

"દિલ"માં ભર્યો જોશ કેમ માનું હાર?.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

કહેવી છે...વાત કેટલીયે..

 કહેવી છે.... વાત કેટલીયે તું આવે તો કહું હું.

અંતરમન ઝંખે તને.. વહાલી કેટલીવાર કહું હું.


દૂર કેમ રહે તું.....પળ પળ તને જ યાદ કરું છું હું.

આંસુ સરકે આંખથી કાળજું કળે બોલ શું કરું હું.


વેરી થઈ દુનિયા આખી સખી.. કોનો સંગ કરું હું.

નીંદર થઈ વેરણ મારી જાગતા સ્વપ્ન જોઉં છું હું.


શ્રદ્ધા કદી ડગે નહીં મારી પ્રેમલક્ષણા ભક્તિ કરું હું.

"દિલ" તરસે પ્રીત તારી પ્રિયતમા રાહ જોઉં તારી હું.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ઓછું આવ્યું છે કંઈક મેઘને....

ઓછું આવ્યું છે કંઈક મેઘને 
ગુસ્સામાં ભીનો થઈ રહયો.
છેહ દીધો ધરતીએ કોઈ એને 
કે મેહુલો હવે સતાવી રહયો.
વાદળનો લઈ સાથ ગજાવી 
આભ ધરતીને ધમકાવી રહ્યો.
કાળજે એનાં કોઈ પડ્યો ઘા 
ધરતીને જળ જળ કરી રહ્યો.
તરસતી ધરતીને કરી સંતૃપ્ત 
તોય મેઘને કોઈ સંતાપ દીધો.
વરસતો રહ્યો મેહુલો છતાં 
કેમ "દિલ"થી એ તરસતો રહ્યો?.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

વેદના વિરહની...

વરસાવતો જોઉં હું વહાલ મેઘને 
મને તારી યાદ સતાવે.
વરસું બેસુમાર હું પ્રેમથી 
મને તારી પળ પળ યાદ સતાવે.
કાઢી ઋતુ વસંતની પ્રણય દોરમાં 
જે તને વહાલ વરસાવે.
કેમ કરી વીતશે ઋતુ વર્ષાની માંહ્યલો 
મને ભીની અગન દઝાડે.
મેઘનાં ભેજમાં જો 
સ્પંદન ભીના ભીના આંખ વરસાવે.
વેદના વિરહની આકરી દિલ 
કેમે કરી કોઈનું કશું ના માને.

જલ બિન મીન પીયાસી...

જલ બિન મીન પીયાસી...
માત્ર માછલી..મીન..?

કાળજું કપાય પણ કોઈને ખબર ના પડે..
આંખ ભરાય પણ ઉભરાઈ ના આવે...

જલ બિન આંખ પીયાસી...
શબ્દો ઉતરે કાગળમાં...ભીંજાય કાગળ શબ્દોને ખબર ના પડે...


યાદ...

યાદ કરું શું જે કદી ભુલાયું નથી. કેવી રીતે ભૂલું જે કદી ભુલાતું નથી. અંકિત થઈ ગયું દિલમાં એ ભૂંસાતું નથી. નથી ભૂલવી કોઈ યાદ જે જીવન બદલી ગયું. કરી દઉં ન્યોછાવર જીવન બધાં એ યાદ માટે જે ક્ષણ મારો ઇતિહાસ બદલી ગયું. "દિલ" બન્યું બાવરું યાદને વળગી ગયું.

વાત દિલની...

કહી દઉં તને વાત દિલની સાંભળી લે તું એકવાર..
વારે વારે નહીં કહું તને આતો ઉઠતી લાગણીઓની વાત..
સૂતાં જાગતાં આવે યાદ મીઠી.. હૈયું ઉભરાવાની વાત. 

પળ પળ કરું પ્રેમ સદાય એવી રાત દિવસની મીઠી વાત..


કાબૂ નથી આંસુ ઉપર વહેતી આંખોની ભીની ભીની વાત..

વિરહની પીડાને કોણ ગાંઠે એવાં વિરલ પ્રેમની મારી વાત..


સહી બધું તોય રાખે રોબ એવાં રડતાં હસતાં દિલની વાત..

એક મારી અનોખી મહામૂલી જણસ તું દિલમાં વસાવી વાત..

દક્ષેશ ઇનામદાર."દિલ"..