Followers

Short Stories By Dakshesh Inamdar

Anath

અનાથ - પ્રેમ વાર્તા

એના, એના એય એના ક્યાં છું? સમર બૂમ પાડતો પાડતો બેડરૂમમાં ઘસી આવ્યો.... એના નથી રૂમમાં તો ક્યાં ગઈ? એના બહાર વરન્ડામાંથી અંદર આવી કહે ક્યારનો બૂમો પાડે, અરે બહારથી કપડા લેવા ગયેલી વરસાદ આવે એવું થયું છે. હવે કેવી રીતે નીકળીશું બહાર? મને ખબર છે બહાર જવા માટે બૂમો પાડે તું સમર કહે અરે એના આતો સોને પે સુહાગા…. રીમઝીમ રીમઝીમ બારીશ…  મે હમતુમ... ચાલને એના મજા આવશે. વરસતા વરસાદમાં મારી એનાને બાથમાં લઈને ઝુમીશ નાચીશ પ્રેમ કરીશ ગીતો ગાઈશું એના કહે એય મીસ્ટર મજનુ વધારે રોમેન્ટીક થવાની જરૂર નથી. એમ પલળતા ક્યાંય જવું નથી મારે... સમર કહેએવું નહીં ડાર્લીંગ ચાલને કેવુ મસ્ત રોમેન્ટીક વાતાવરણ છે મેઘરાજા મહેરબાન છે રોમાન્સનો સમય છે ઠંડો લહેરાતો પવન છે અને પૂરબહારમાં મારો મૂડ છે. એમ કહેતાં જ એનાને ઊંચકી લીધી અને બાહોમાં પરોવી પ્રેમ કરવા લાગ્યો......વધુ વાંચો......

       એના સમરનું મન રાખીને બહાર જવા તૈયાર થઈ ગઈ. કહે ચલો મજનું મહારાજ હવે મોડું ના કરશો નહીંતર તમારો મેહૂલો રીસાઈ જશે વરસાદ બંધ થઈ જશે અને પછી તમારો મૂડ ઓફ... સમર તરતજ મુખ્ય દરવાજો લોક કરી એનાનો હાથ પકડી ઘરની બહાર નીકળી ગયો... એના  થોડે સુધી ચાલતા ચાલતા જઈએ પછી આગળ જતાં ટ્રેઈનમાં બેસી આગળ જઈશું. જો આમેય દાર્જીલીંગમાં મોસમ બારેમાસ રોમેન્ટીક જ હોય છે પણ ખબર નહીં વરસાદ આવે કંઈક જુદુજ વાતાવરણ હોય છે. એના એ હસીને હાકારમાં રીસ્પોન્સ આપ્યો.

       ચારે તરફ ગિરીમાળાઓ  લીલોછમ પ્રદેશ ખૂબસૂરત મોસસ સાથે મારી વ્હાલી સુંદર પ્રિયતમા મારી એના... એના એને જોઈ જ રહી... આંખોમાં આખો પરોવીને સમરનો પ્રેમરસ પીતી રહી. સમર એને કંઈ ને કંઈ વાતો કરી રહ્યો હતો સતત બોલી રહ્યો હતો. એના એને બસ સાંભળી રહી હતી જોઈ રહી હતી આનંદ લઈ રહી હતી... થોડે આગળ ઢોળાવો ચઢતા ચઢતા એના હાંફવા લાગી અને સમરે એને કહ્યું "અરે આ જો સામે ફૂલોની બિછાત નીચે ખીણતરફ જો કેવા સરસ ફૂલો ખીલ્યા છે રંગબેરંગી દુનિયા જ છે જાણે આંખોને આનંદ અને ઠંડક મળે છે". તું થાકી છે આવ આપણે અહીં પાળી ઉપર બેસી જઈએ. આવા સરસ મજાના હવામાનમાં બે પ્રેમી માટે કેવો મજાનો સમય કેવો પ્રેમ કરવા માટે મદહોશ પ્રહર છે. ફરી એનાને બાહોમાં લઈ વરસતા વરસાદમાં પલળેલી લટોને સરખી કરી આંખોમાં આનંદની પીચકારી મારી અને પલળેલી પાણી ટપકતી ચિબૂકને ચૂમી ભરી લીધી.

       સમર કહે એના આખા વિશ્વમાં બસ તું જ છે જેણે મારૂ દિલ ચોરી લીધું છે હું તારા પ્રેમમાં બાવરો તારો પ્રિયતમ,તારી આંખોમાં બધીજ સુંદરતા તારામાં જોઉં છું મારા માટે તું જ સર્વસ્વ છે બસ તું જ. એના કહે સમર સાચેજ તું મને આટલો પ્રેમ કરે?  સમર કહે તું કહે તો સર્વસ્વ લુંટાવું.... જીવ આપી દઊં તું કહે ખીણમાં કૂદી જાઉં અને આ શરીર છોડીને પણ તને જ પ્રેમ કરતો રહેવાનો મૃત્યુ પણ મારા પ્રેમની વચ્ચે નહીં આવી શકે. બસ સદાય રૂપી તને જ પ્રેમકરવાનો” એના કહે સમર હું પણ તને જ સંપૂર્ણ સમર્પિત. હું તને પ્રથમ વખત મળી ત્યારથી બસ તુંજ તને જ સમર્પિત મને હજી યાદ છે પાપા એ તને મળવા બોલાવેલો ત્યારે જ એમણે મને પૂછેલું એના તારો સમર સાથે લગ્ન કરવાનો નિર્ણય અફર છે ? ભવિષ્યમાં તારા જીવન અંગેના કોઈપણ પરિણામ અંગે બસ તારી જ જવાબદારી રહેશે. સમર અનાથ છે કોઈ કુટુંબ ન્યાત કંઈ જ ખબર નથી. મા બાપની ખબર નથી ચર્ચમાં ફાધર પાસે ઉછરેલો છે. મેં એજ સમયે પાપાને કહ્યું હતું પાપા સમર અનાથ છે જ નહીં હું સમરનાં કાયમનાં સાથમાં જ છું. હું ક્યાંય કોઈ ફરિયાદ કે મારી પીડા લઈને તમારી પાસે નહીં જ આવું. પાપાએ કહ્યું ભલે હવેથી તારું ભવિષ્ય તારા નિર્ણયમાં સમાયું અને એજ ક્ષણથી હું તારામાં સમાઈ ગઈ ફક્ત તારી જ થઈ ગઈ. અને સમરે એને વ્હાલથી આલિંગન આપી દીધું.

       સમર કહે હા એના, મારા કુટુંબ માં બાપની ખબર નથીજ મેં તને બધુજ સાચું સ્પષ્ટ જણાવેલું જ છે. હું ચર્ચમાં ફાધર સાથે જ રહ્યો ઉછર્યો ભણ્યો. નામ અટક બાપની એમની જ લાગી. ફાધરનાં અવસાન પછી એ છત્ર પણ ગુમાવ્યું. બની રહ્યો સમર ડીસોઝા! તું મળી ગઈ બધુજ મળી ગયું કોઈ ખોટ કે ઓછપ ના જ રહી હું દુનિયાનો સૌથી ધનિક અશ્વર્યવાન બની ગયો. તે મારા જીવનમાં આવી મારૂ જીવન નસીબ બધુજ સંવાર્યું. એના કહે હું પણ તારા જેવો પ્રેમી અને પતિ મેળવી ખૂબ સુખી છું ઈશ્વરની આભારી જ છું.

       વરસાદ ખૂબ વધી રહેલો. એના કહે ચાલ સમર, વરસાદ ખૂબ વધી રહ્યો છે, સાથે ખૂબ ધુમ્મસ પણ છે. હજુ ચાલતા ઘરે પહોંચવાનું એનાની હાંફ વધી. સમર કહે એવો કોઈ ચઢાણતો ચઢ્યા નથી તું આટલી હાંફે છે કેમ ? ઘર એટલું દૂર પણ નથી તને એટલું દૂર કેમ લાગે છે ? એના કહે સમર સાચું કહું છેલ્લા કેટલાક દિવસથી મને શ્વાસમાં તકલીફ થાય છે હાંફી જવાય છે. તું પ્રોજેક્ટ પરથી થાકેલો આવે હું નથી કહેતી તને ચિંતામાં નથી નાંખવો પણ આજે મારાથી નથી સહેવાતું... સમર આટલું નજીક ઘર પણ મને દૂર લાગે છે મારાથી નહીં ચલાય મારો શ્વાસ ચઢે છે. સમર કહે એના એકદમ જ શું થઈ ગયું ? ચાલતા નહીં જ જઈએ ચાલ ટેક્ષીમાં જતા રહીએ છીએ. તે મને થોડા સમય પહેલાંજ ખૂબ સારા સમાચાર આપી ખૂબ આનંદીત કર્યો છે. હું બાપ બનવાનો છું તું ચિંતા ના કર આપણે ડોક્ટરને જ બતાવી આવીએ છીએ. તારે પ્રેગનન્સી છે એટલે કદાચ તને.... સમર તું કાંઈ બોલીશ નહીં મને.... કંઈ સહેવાતુ જ નથી પ્લીઝ મને પહેલા ઘરે જ લઈજા....

       સમર એનાને લઈને ક્લીનીક પર પહોંચી ગયો. ડો. મિશ્રાને મળીને પૂછ્યું સર એનાને એકદમ જ શું થઈ ગયું ?  ડો. મિશ્રા કહે આમતો બધુજ નોર્મલ લાગે છે.પહેલી પ્રેગનન્સીમાં ક્યારેય આવું થાય છે પણ ડો. કાદમ્બરીએ પણ ચેક કર્યું છે ગાયનેક તરીકે છતાં અને એવું લાગે શ્વાસની ખૂબ ફરિયાદ છે થોડા રીપોર્ટસ અને સીટીસ્કેન કરાવી લઈએ છે. પ્રેગનન્સી છે કોઈ બીજો ચાન્સ ન લેવો જોઈએ. સમર કહે ડોક્ટર જે જરૂરી લાગે કરાવી લઈએ મારી એનાને કે આવનાર બાળકને કોઈ તકલીફ પીડા નાજ થવી જોઈએ યોગ્ય સારવાર મળી જાય હું આમ એને જોઈજ નથી શકતો.

       એના અંદર બેડ પર સૂતી સૂતી સમરને જોઈ રહી હતી સમર એની પીડાને કારણે બેબાકળો થઈ રહ્યો હતો એના મોં પરનો વિષાદ એ જોઈ નહોતી શકતી સમર ખૂબ જ વ્યથિત છે. એ અંદરને અંદર ગભરાઈ રહી હતી પીડાઈ રહી હતી. મારા શરીરમાં કંઈક અજુગતુ થઈ રહ્યું છે. આગળના પ્રેગનન્સીમાં રીપોર્ટ સમયે કેમ કંઈ ના થયું ?  આ શું થઈ રહ્યું છે મને ?

            બીજા દિવસે સમર વહેલો ઉઠીને કીચનમાં જઈને ગરમાગરમ કોફી અને બિસ્કીટ લઈને એના પાસે આવી ગયો એનાને પ્રેમથી જોઈ રહ્યો. એણે કોફી બિસ્કીટ ટીપોય પર મૂક્યા. એનાને ખૂબ પ્રેમથી માથે હાથ ફેરવી રહ્યો એનાએ આંખો ખોલીને સ્માઈલ આપ્યું સ્માઈલ એનાનું નથી... સમર યાદ કરી રહ્યો. એના એની સાથે કોલેજમાં હતી એના ખૂબ સુંદર અને એનું સ્માઈલ જોઈ કાયમ એ ઘાયલ જ થતો. હંમેશા ઈશ્વરનો આભાર માનતો કે એના મને પ્રિયતમા અને પત્નિ સ્વરૂપે મળી કાયમ એ પોરસાતો...

       અત્યારે એનાનું સ્મિત જોઈને એને આઘાત જ લાગ્યો. એનું દીલ જાણે ધબકાર ચૂકયું એણે એનાની સામે જોયુ અને બોલ્યો એય એના... મારા વ્હાલા જીવ કેમ આમ ? તને કંઈજ ના થાય નાહક ચિંતા ના કરીશ તને કંઈજ નાજ થવા દઉં તારા બધા રીપોર્ટસ આવી જશે બધા નોર્મલજ હશે. આપણા ઘરે નાનકડો જીવ જન્મ લેવાનો છે. આપણું ઘર હર્યું ભર્યું અને કિલકિલાટ વાળું થઈ જશે. જીવનમાં આનંદ છવાઈ જશે. જેટલી તું સુંદર છે એવી સુંદર રાજકુમારી આપણા ઘરે પાપા પગલી માંડશે. એના એની વાતો સાંભળી મ્લાન વદને હસી રહી...

       સમરને લાગ્યું એક જ દિવસમાં એનાની બિમારી જાણે અનેક ગણી વધી ગઈ છે. એના જાણે  સાવ જ બદલાઈ ગઈ છે ફીક્કી જ પડી ગઈ છે. અણે એનાનું માથું પોતાનાં ખોળામાં લઈને સુવરાવવા લાગ્યો માથે વ્હાલથી હાથ ફેરવવા લાગ્યો. એના સમરની સામે જોતાં જોતાં નિંદ્રાનાં સરી ગઈ. સમર અમી નજરે એનાને સતત જોતો રહ્યો હાથ ફેરવતો રહ્યો.

       સમર કિલીનીક પર જઈને ડો. મિશ્રાને માળ્યો. એનાનાં બધાજ રીપોર્ટસ આવી ગયેલા. ડો મિશ્રાએ સમરને હાથમાં રીપોર્ટ આપતા કહ્યું "મી. સમર તમે જ જોઈલો." સમરે રીપોર્ટસ લીધા વાંચ્યા એના હાથમાંથી બધાજ રીપોર્ટસ સરકી ગયા... એ સાવજ અવાચક પૂતળાની જેમજ ઊભો રહી ગયો. એનાં આંખમાંથી આંસું જ વહેવા લાગ્યા. એ એકદમ ડો. મિશ્રાના પગમાં જ પડી ગયો, કહે ડોકટર "પ્લીઝ મારી એનાને બચાવી લો" આ એના ના રીપોર્ટસ જ નથી આવું ના થાય. આ થાય જ કેવી રીતે? હજુતો એના ઘણી નાની છે. અમારા સ્વપ્ન અધૂરા છે. અમારા ઘરમાં પ્રથમ બાળક આવવાનું છે.  હમણાં તો આ ખુશી આવી છે અમારા આનંદનો સાગર આમ ઝૂંટવાવો ના જ  જોઈએ. ડો મિશ્રા કહે મી. સમર આમ નિરાશ ના થાવ સ્વસ્થ થાવ હું માનું છું આ સાધારણ બિમારી નથી. આ ઉમંરે આવો રોગ? એનાએ આજ સુધી કોઈ કંપલેઈન નથી કરી. આ રોગ અચાનાક જ છેલ્લા સ્ટેજ પર આવી ગયો અને સપાટી પર આવી ખબર પડી. એને ફેફ્સાનું કેન્સર લાસ્ટ સ્ટેજ પર છે. હવે કોઈ ચાન્સ લેવાય એમ નથી. આવા કિસ્સા ભાગ્યેજ બને છે આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું જ જરૂર પડે કલકત્તામાં  લઈ જઈશું. એનાને આ વાતની જાણ ના થવી જોવે નહીતર તબીયત પર ખૂબ અવડી અસર પડશે દવાઓ પણ રીસ્પોન્ડ નહીં કરે તમારા ઉપરજ સર્વે જવાબદારી છે મી. સમર ટેઈક કેર... સમર કહે હા સર હું એનાને નહીં જ જણાવું ખૂબ જ ધીરજ રાખી સારવાર કરીશ જ એને સંપૂર્ણ રોગ મુક્ત કરીને ઝંપીશ હું. ઈશ્વર સામે પણ લડી લઈશ મારી એના માટે.

       ધડામ કરતો અવાજ આવ્યો કસૂંક પડવાનો. એના ટીપોઈ પરથી કંઈક લેવા ગઈ પણ... એના ખૂબ હાફી રહી છે.એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એણે બુમ પાડી સમર સમર સ..મ..ર.. સમર દોડતો જ આવી ગયો કહે હું તારા માટે કોફી બનાવી રહ્યો હતો. તારે દવા સાથે દૂઘ કે કોફી લેવાની  છે. તને ભાવે છે પણ ખૂબ. આપણે સાથે કોફી પીશૂં. એના કહે "સમુ તું ક્યાંય ના જા મારી પાસેજ રહે બેસ". સમર કહે "એનું હું ક્યાંય નથી જવાનો તારી પાસેજ છું" કહી એનાની ચૂમી લીધી. એનાએ પૂંછયું સમર મને શું થયું છે? શેની બિમારી છે? આમ આટલી શ્વાસમાં તકલીફ હાંફ ચઢે છે? ખૂબજ અશક્તિ છે શું થયું છે મને ? મને સારુ થઈ જશે ને ? હું પ્રેગનન્ટ છું મારે તારી માનિતી દીકરીને જન્મ આપવો છે. મારે તારી સાથે રહેવું છે. મે કેટલું બધું વિચારી રાખ્યું છે પણ બિમારીએ બધુજ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સમર કહે "નોપ" એનુ તારા મારા જીવનમાં આવવાથી સ્વર્ગ મળી ગયું મને નવી દિશા મળી તું મારી એંજલ છે આઈ લવ યુ. તું ચિંતા ના કર સાવ સાજી થઈ જ જઈશ એમ કહી એના હાંફતા ધ્રુજતાં હોઠો પર ચુંબન કરી લીધું કહ્યું હમણાં પ્રોજેક્ટમાં ખાસ કામ નથી એટલે મેં રજા મૂકી દીધી છે હું તારી પાસેજ રહેવાનો તારી સાથે વાતો કરીશ ખૂબ પ્રેમ કરીશ તારી કાળજી રાખીશ ચાલ કોફી પી લઈએ એનાને કોફી સાથે દવાઓ આપીને એ ખાલી કપ લઈ કીચનમાં ગયો.

       સમર સવારથી એનાની પાસે જ બેસી રહ્યો છે. એનાનું માથું ખોળામાં લઈને એને સૂવરાવી રહ્યો છે. જો એનાને સારુ નહીં થાય તો કલકત્તા લઈ જવાનું નક્કી કર્યું છે. એની સારવાર ઘરેથી જ કરવી સરળ હતી એટલે એ પ્રમાણે જ કરી રહ્યો હતો. ડોક્ટર મિશ્રાએ સમજીને કરવા કહ્યું. એનાની સામે જોતાં યાદોમાં ઊતરી ગયો... દાર્જીલીંગ કંપનીમાંથી પ્રોજેક્ટ માટે આવ્યા પછી રોજ સાંજે એનાને લઈને નીકળી પડ્તો. કોઈવાર સાથે સાઈકલીંગ કરતા, ક્યારેક નર્સરીમાંથી નવા નવા છોડ લઈ આવી ક્વાટરનાં કમ્પાઉન્ડમાં રોપતા ક્યારેક પહાડી પર જઈ આવતા કોઈવાર કાલીંગપોંગ સુધી પરોઢે ઉઠી ફરવા જતા. રેંશમકીડાઓ અને એમના પ્રસર્વન ઉછેર એમાંથી નીકળતા રેશમનાં તાંતણામાંથી કાપડ સુધીની પ્રોસેસ જોવા જતાં. કાયમ હાથમાં હાથ મિલાવીને જ ફરતાં. અહીં આવ્યા એ પછી ક્યારેય એના એ એનાં મમ્મી પપ્પાનાં ઘરે જવા સુધ્ધાની વાત નથી કરી. એક વાર સમરે સામેથી કહ્યું હતું આપણે તારી પ્રેગનન્સી પછી દિકરીનાં જન્મ પછી આપણી પ્રિન્સેસને લઈને જ જઈશું એમનાં આશીર્વાદ લઈશુ. એનાએ એકદમ સમરની આંખોમાં જોઈને કહ્યું હતું તારામાં જ મારું સર્વસ્વ વિશ્વ જીવન સમાયું. મારે તને છોડીને ક્યાંય નથી જવું ક્યાંય નહીં. ભગવાનનાં ઘરે પણ નહીં મારે બસ તારી પાસે તારી બાહોમાં જ રહેવું છે. સમર કહે ' એનુ હું તને ક્યાંય ના જવા દઉં ક્યાંય નહીં હું બેઠોછું મારી પાસેથી તને ઈશ્વર પણ નહીં લઈ જઈ શકે સદાય તારા સાથમાંજ રહીશ. અને એનાને એકદમ હાંફ ચઢવા લાગી... સમર એકદમ તંદ્રામાંથી જાગ્યો એનાને હાંફ ખૂબજ વધવા લાગ્યો. એની છાતી એકદમ ઊંચી નીચી ધમણની જેમ ચાલવા લાગી શ્વાસ અવાજ કરવા માંડ્યા એને સખ્ત પરસેવો છૂટવા લાગ્યો. એનાથી પીડા સહેવાતી નહોતી એણે સમરનો હાથ ખૂબજ મજબૂતીથી પકડી લીધો. સમરની હથેળીમાં એની આંગળીઓનાં નખ ખૂંપી ગયા. એનો હાથ પર ખૂબ જ ભીંસ વધી ગઈ. એણે જોરથી ચીસ પાડી સમરની આંખમાં આંખ મિલાવી આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી એ જોરથી બૂમ પાડી ઉઠી.. સમર સમર સ...મ...ર... અને મોઢામાંથી લોહીનો ફુવારો ઉડ્યો. એની આંખો સમરને જોતી જોતી ધીમે ધીમે નમતી ગઈ બંધ થઈ ગઈ અને સમરની હથેળીમાંથી એનો હાથ ઢીલો પડી ગયો. એનાનું પ્રાણ પખેરૂ ઉડી ગયું. સમરને સમજ જ ના પડી આ શું થઈ ગયું ? આ અચાનક જ બધુંજ ખુંચવાઈ ગયું એનાનાં નખના દબાણથી એના હાથમાં લોહીની શેરો ફૂટી નીકળી. એનાનાં લોહીમાં એનું લોહી ભળવા લાગ્યું. એનોનો નિશ્ચેતન દેહ એનાં ખોળામાં હતો. દેહ હાથમાં રહ્યો અને જીવ સરકી ગયો.

       સમર સાવ બેબાકળો થઈ ગયો. એકજ ક્ષણમાં એનું સર્વસ્વ લૂંટાઈ ગયું એનો સંસારનો માળો વિખાંઈ ગયો. પાંખો જ કપાઈ ગઈ. આજે એની બધીજ દુનિયા લૂંટાઈ ગઈ. કુદરતે કારમો ઘા કર્યો. એ જીવ હજી પણ આ દુનિયામાં પણ નથી આવ્યો એ અને એની વ્હાલી એના એને એકલી મૂકી ચાલી ગયા. એ આઘાતમાંથી બહાર જ ના નીકળ્યો. હજી હમણાં તો સુખ આવ્યું છે અને આમ અચાનક ચાલી ગયું ?  સમર એનાનો નિશ્ચેતન દેહ જોઈ રહ્યો એની આંખોની રોશની જતી જોઈ રહ્યો. એ જોરથી ચીસ પાડી ઉઠ્યો " એના , એના  હું આમ એકલો નહીં જીવી શકું નહીં રહી શકું એના હું આજે ફરી અનાથ થઈ ગયો. પરંતુ હું તને એકલી ક્યારેય નહી મુકું મારૂં વચન હતું. એના, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ કહીને સમર શાંત થઈ ગયો....

સંપૂર્ણ

દક્ષેશ ઈનામદાર "દીલ"

 

An Orphan

A novella by Dakshesh Inamdar

Shouting Anna,Anna ,Samar rushes inside the bedroom! Thinking if Anna is not in the bedroom, then where is she? Meanwhile Anna comes from outside, telling Samar that she went to fetch clothes, as it is about to rain. She is wondering how will they go out now, as it has started raining slowly, she knew that Samar was calling her in order to go out. In turn Samar says that it is “an icing on the cake”, we will enjoy a romantic outing in the drizzle, dancing, singing in the rain and getting cozy. But Anna admonishes him saying Mr.Romeo,you need not get romantic. I do not want to go anywhere getting wet in the rain. Not taking no for an answer Samar takes Anna in her arms lovingly kissing her and saying we would have a nice time in this windy  and rainy climate .

Considering Samar’s mood Anna gets ready to go out, chiding him common Mr. Romeo ,hurry up, otherwise the rain will stop ,and your mood to will spoil away. Immediately Samar took Anna’s hand, locked the front door and stepped outside. They decided to walk and later catch the train. He talked to Anna telling her that Darjeeling always has a romantic atmosphere, but when it rains it adds some magic to the climate. Listening to this Anna agreed smiling shyly.

The scene was beautiful surrounded by green mountains, lovely mood with his dearest and pretty love, Anna. While Samar was talking nonstop Anna could not keep her eyes off him, taking in the happiness of only being with him. Moving ahead, climbing on the steep hills, Anna got tired and started breathing heavily. Samar guided her to sit on a bench nearby; he talked to her showing her a valley full of colorful flowers, which gives your eyes peace and some rest. He felt the intimacy of the atmosphere and taking Anna in his arms once again kissed the water droplets from her face.

Opening up to Anna Samar says that ,”You are the one for me Anna, in this whole world ,you are the one person who has stolen my heart and it completely belongs to you. I can see all the beauty of the world in your eyes.”Looking at Samar, Anna asks him that, do you really love me so much? Samar confesses that he is ready to devote everything for her, and even death cannot come between their love. He would love her for eternity .Anna also says that she is completely devoted to him. From the first time that I have met you I decided that you are the one I want to spend my life with. She floats in the past and remembers that her father asked her that if you want to marry Samar, anything that happens in the future is your responsibility. Is this your final decision ?Her father was worried because Samar was an orphan,  did not have any family ,there was no knowledge about his background, cast and creed. Anna  consoled her father saying that Samar was brought up by the father of the church. But I’m his family. Her father then agreed saying that any future consequences will be faced by her alone. Anna expressed to Samar that from that day on wards we became a single entity, hearing that Samar hugged her dearly.

Samar openly talked about his childhood that not knowing about his parents, birth place, the father of the church was his guardian. He also took the father’s surname and became Samar D’souza. After the death of father Samar lost his only family. But after meeting you I have become the richest person in the world he told Anna, after her coming into his life it became flourished with love. Anna said ,I thank God everyday for sharing my life with a great lover and husband.

As the rain started coming heavily, Anna said that we should get home, there is a lot of mist too .As they were walking home Anna started breathing heavily .So Samar asked her ,we haven’t even walked on a slope why are you so tired ?So Anna told him that since last few days she was facing a shortness in breath and fatigue, but as Samar came tired from work at home, so she did not bring up the topic. But today Anna could not tolerate, even the short distance from the place to her home was feeling endless. She could not walk anymore she was tired. Worrying Samar told her that they will take a taxi, and as she was pregnant ,it could be one of the reasons. They had received the news of her pregnancy before some time and Samar was ecstatic. Samar told them that they would go to the doctor first ,but Anna told him to stop talking and just take her home.

Samar took Anna to Dr.Mishra’s  clinic, asking him ,”Sir what is wrong with Anna”?The doctor replied that everything seems to be normal right now. Sometimes these things are normal during pregnancy. Even the gynaecologist Dr.Kadambari has checked her an everything appears to be proper. But as Anna is having breathing problems, let us perform some tests and C.T scan. As it is the matter of pregnancy no other chances should be taken. Samar in turn tells the doctor that, please perform the necessary procedures, there should be no harm to the coming child Anna, I only wish they stay completely healthy. He could not bear to look at Anna like this.

Anna was watching Samar from her bed. Whereas Samar was anxious and hurt from the suffering of Anna. She could not see the unhappiness on Samar’s face, and also the distress that he was facing. Anna was worried and tensed that something weird was happening in her body. What was happening to her? If there was something wrong with her why I did not show in the pregnancy report?

Next day Samar woke up early and made delicious coffee and brought it in the room for Anna along with the biscuits, he was looking at her dearly. He placed the breakfast on the table. He lovingly started running his hands in Anna’s hair. Anna woke up and smiled at him, but he noticed that this was not the real smile of Anna. He became nostalgic and remembered their college days, where he was struck by Anna’s beauty and smile. He always thanked God, for bringing Anna into his life as a lover and wife.

But right now on looking at the fake smile on Anna’s face,his heart missed a beat and he was shocked, he asked her,”Hey,Anna why such long face? You need not worry about anything, I would not let anything happen to you. All your reports will be normal. Our house will be filled with joy and laughter of a new born. Our lives will be full of happiness. We will have a beautiful princess like you.”On listening to Samar’s  pretty  talks Anna started smiling .

Samar felt that only in a single day the problem with Anna has increased. She has a change in her , and also is  very pale .He put Anna’s head in his lap and started fingering her hair slowly so that she would get some sleep. She fell asleep looking at Samar. He sat beside Anna, and watched her sleep.

Later Samar went to Dr.Mishra’s clinic to meet him. All the reports of Anna were already there. The doctor placed the reports in Samar’s hands and told him to look at them himself. When Samar read the reports, it fell down from his hands. He was shocked and stood there like a statue. Tears started falling from his eyes. He fell on his knees before the doctor and started pleading to the doctor, Please save Anna. He said that these are not her reports, this is completely impossible? Anna is still so young; we have a lot of unfinished dreams to fulfill. We are going to have a baby. And our joy should not be snatched away like this.Dr.Mishra consoled Samar and said that don’t lose hope. This is not an ordinary disease. This kind of disease at such a young age? Didn’t Anna complain about this even once? This disease was diagnosed on the last stage; we came to know a bit late. Lung cancer is at its third stage  ,we cannot take any chances. These kind of cases are very rare, but we will take the best treatment and if needed will go to Kolkata. But Anna should not know about this, because there maybe repercussions of this and it may affect her health. So the whole responsibility is on your shoulders Samar. And in response Samar replied that he will take care of Anna patiently and make her completely healthy and disease free. He will even fight with God for Anna.

There was a loud noise of something falling on the floor. Anna was trying to take something from the corner table but she started breathing heavily. She shouted, ”Samar, Samar”. He came running and told her that he was making coffee  for her as she has to take medicine. And it is also your favorite, we will drink it together. But Anna said,” Samar don’t go anywhere only sit beside me.”Samar replied kissing her, ”I ’a m not going anywhere I’m here for you.”Anna asked him,” What has happened to me? What kind of disease is this? Why am I having problems in breathing? I’m feeling very weak, why ?Will I be alright? Will I be able to give birth to our beautiful daughter ?I want to spend my life with you .I made a lot of plans but everything was spoilt because of my illness. But Samar told her that she is wrong ,he loves her ,his life has become heaven because of her ,she is angel who gave his life a new direction. Samar told her she will get healthy soon, and as he has very less work on projects, he has taken leave to spend time with her. He will stay with her and they will have a great time together. Come we will have coffee together, after he took Anna’s empty cup in the kitchen.

Samar sat besides Anna the whole morning, and helped her get much needed rest. If Anna does not feel better than he had decided to take her to Kolkata .But right now following her treatment from home was much easy. He was doing everything according to Dr.Mishra’s advice.  He was looking at Anna, and remembering the past. After they came to the company in Darjeeling for projects, they would always go for long walks in the evening. They used to do cycling together ,sometimes they selected new plants and would sow them in the Quarter’s compound. They even used to for early sunrise at Kalingpong in mornings. They  also went to see the metamorphosis of caterpillars to butterflies. They used to always hold their hands together. Anna has never talked about going to her parents house after she came to stay here. Later Samar told her that they will go to visit them once her daughter is born, to get their blessings. Anna looked into Samar’s eyes and told him that her whole world is with him, there is nowhere else she would be. She doesn’t want to be anywhere else. Even death cannot take her away from him. So Samar replied that, ”Anu we would never be separated, even God cannot take you away from me. I will always be there with you.”But Anna started having shortness of breath. Samar woke up from his day dream, as Anna was feeling very restless. Anna was having a lot of pain in her chest, and was sweating profusely. She was hurting a lot and was holding Samar’s hands in a death grip. The grip was so strong that there was an impression of Anna’s nails on Samar’s palms. She shouted loudly ,’Samar” ,and started sobbing heavily. Blood started oozing from her mouth. Her eyelids were dropping and even her grip on Samar’s hands was loosening. She lost her life in Samar’s arms. Whereas Samar did not understand what just happened? He even felt the blood in his palms from Anna’s nails, his and her blood mixed together .Only Anna’s lifeless body remained in his arms and he lost her soul.

Samar felt as if he was hallucinating. In a moment he lost his everything. He lost his world ,his dreams and his future. Nature wreaked havoc in his life. His unborn child did not even get a chance to come in this world. He could not come out of this shock! The happiness which had just knocked on their door, was taken away abruptly. Samar kept looking at Anna, he saw the light leave her eyes. He screamed loudly,” Anna, he cannot leave alone like this, he has become an orphan again today. But lastly Samar told her that ,”I will not break the promise of leaving you alone .I can’t live without you.!”

 

 

The End…………


No comments:

Post a Comment

We thank you for your valuable feedback we will get back to you soon.

Note: Only a member of this blog may post a comment.