Followers

Showing posts with label Quotes. Show all posts
Showing posts with label Quotes. Show all posts

આત્મશ્લાઘા કરવા

આત્મશ્લાઘા કરવા સ્ફુર્યા શબ્દો પણ પાછાં શમી ગયા.
અહીં તારાં જેવાં કેટલાંયે આવ્યાંને કેટલાંય ભુલાઈ ગયા.

હદ વટાવું પ્રેમમાં...

હદ વટાવું પ્રેમમાં ના સીમા કોઈ મર્યાદા.. કરું હું કેશરીયા.
મિલન પૃથ્વી ગગનનું થાય સમીસાંજે નભ રંગાય કેસરિયે.

લાલચુડા....

મફતિયા ચંદન ઘસ બે લાલીયા એવાં ઘણાં મળે માલિયા.
ચાંપલૂસી કરવામાં હદ વટાવે સ્વયંનું ના જાળવે માન લાલચુડા.


પ્રણયની બિછાત.

પાષાણને પીગળાવે એવો પ્રેમ મારો જીવતાની શું વિસાત?

ઋતુ કોઈ આવે જાય "દિલ"માં પ્રણયની સદાય બિછાત.


શબ્દોમાં

શબ્દોમાં કંજૂસ થાય એમાં શું ગરાસ લૂંટાઈ જાય?
સંબંધમાં પડી રહેલી ઢીલાશની જ અનુભૂતિ થાય.
અંતરને ઘટાડે શબ્દ..પણ બેફિકરાઈ વધારે અંતર.
તુષ્ટિગુણનો નિયમ શબ્દોમાં? સમજાઈ જાય અંતર.

સહજતા

સહજતા આવે જીવનમાં બધું સહજ થઈ જાય.
સહજતાથી કામ કરે પંચતત્વ કેવી સહજ શ્રુષ્ટિ થાય.
સહજ રહેવું સહજ બનવું જીવન સ્વર્ગ બની જાય.

અસ્તિત્વ

તત્વ સત્વ અને અસ્તિત્વ માત્ર પંચતત્વનું જ હોય.
બાકી શ્રુષ્ટિમાં જીવનારા જીવોનો માત્ર અંત જ હોય.

આજે આવી કાલે જવાનું છતાં કેટકેટલો મોહ હોય.
હાજરી રહી જેટલી શ્રુષ્ટિમાં બેસુમાર પ્રેમ દિલમાં હોય.

સ્પષ્ટ વિચારો...

સ્પષ્ટ વિચારો ને સ્વમાની વર્તન પણ લોકો શૂળીએ ચઢાવે.

શૂળીનો ઘા સાવ સોયથી ટાળે એવો ન્યાય ઈશ્વર પણ કરાવે.

સફળતા...

સફળતા એમ અફળાતી નથી..
નથી પાછળ કોઇનો હાથ હોતો.
દ્રઢનિશ્ચય, સખ્ત મહેનત, અપાર ધીરજ ને ઈશ્વરની કૃપા હોય છે.

મૂલવવા માટે ...

મૂલવવા માટે ક્યાં આવ્યાં જગતમાં જીવવા આવ્યાં.
મૂલ્યાંકન કરનારા તોય
ભટકાયા મંડ્યા મોલ કરવા.
કરે કોણ પરવા નવરી નોટોની જેની કિંમત ફૂટી કોડી નથી.

કદી ના આવે

કદી ના આવે મલિનતા મનમાં વ્યવહારમાં કે વિચારમાં.
જોઉં દુનિયા પંચતત્વની શ્રુષ્ટિની આંખે કોઈ દ્વેષ વિના.