Followers

Showing posts with label Life Poems. Show all posts
Showing posts with label Life Poems. Show all posts

લોક....

સૌજન્યતાને શસ્ત્ર બનાવી 
શિકાર કરે લોક.
ચહેરા પર મહોરું પહેરી 
ઓળખ છુપાવે લોક.
શ્રીફળ થઈ આગળ થઉં
વેધ કેટલા કરશે લોક.
કાળજામાં ભર્યું મીઠું જળ 
ભલેને પીતાં લોક.

ઈશ્વરની નફ્ફટાઈ...

કોપ બતાવવા કાળઝાળ ગરમી, કોરોના, રોગ આંધી વાવાઝોડું અનેક ઉપાધિ આપી પોતે હાજર છે બતાવે..

આ બધાથી બચવા માનવ, પ્રાણી કરગરે ત્યારે આંખો મીંચી દુરાગ્રહ સેવી હળાહળ કળિયુગમાં પોતે ગેરહાજર છે બતાવે..

દક્ષેશ ઇનામદાર."દિલ"..

પલાંઠી મારી....

પલાઠીએ બેસી કોઈનાને 
કોઈના તોલમાપ કરનારા.
નવરા થઈ કોઈની..કોઈને 
કોઈ ભૂલ શોધી ટોકનારા.
પોતાનીજ શેખી મોટાઈ 
સદાય સહુ સામે હાંકનારા.
તમે સાંભળતા રહો હું જ 
બોલતો રહું એવું ફાંકનારા.
ન કરે ભાગ્ય જો રુઠયું ત્યારે 
ઊંઘી પૂંછડીયે ભાગનારા.
          ધ્યાન રહે.....🙏
પલાંઠી તો સહુની વળે 
બસ અમે દિલથી આવકારનારા.
સહુ સૌના કર્મ ભાગ્યનું જ 
સંતોષ આનંદથી ખાનારા.
સમરસ રહી પ્રેમ આનંદ 
સાથે અમે "દિલ"થી જીવનારા.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

તારો નેડો લાગ્યો માઁ

તારો નેડો લાગ્યો માઁ નહીં છોડું હું છેડો તારો.
ચરણે આવી સમર્પિત થયો બાળ છું હું તારો.

લઈ લે આઘોષમાં તારાં ખોળો હું ખૂંદુ તારો. 
સતાવ્યો ખૂબ મને શરણાગત છું હું તારો.

થાક્યો છું હું ખૂબ માઁ હવે આશરો બસ તારો.
"દિલ"માં આસ્થા તારી કર તું માઁ ન્યાય મારો.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

અર્થ શબ્દનો

ઝરણું વહે શબ્દોનું ક્યાંક 
ઉછળતું ક્યાંક બનતું એ ધોધ.
બેફિકર થઈ ખળ ખળ વહેતું 
રહેતું કરવા જાણે કોઈ ખોજ.

ક્યાંક દિલાસો ક્યાંક આપી 
પ્રેમ ખુદને સમજાવવાની ટેક.
કોઈકને ક્યાંક વાગતું 
ભીંજવીને પણ દઝાડવાની રેસ.

અર્થ શબ્દનો મોંઘો ઘણો 
જેને સમજાય એને લાગણીનો લેપ.
આંખ આડા કાન કરતાને 
શું કહેવું "દિલ"ની અનોખી ખેપ.

દક્ષેશ ઇનામદાર.."દિલ"...

શેની?

"દિલ" ખોલીને જીવીએ 
પછી ઓછપ શેની?.
પરોવી સંસ્કાર જીવીએ 
પછી શરમ શેની?.
આપ્યું જેટલું એટલું માણીએ 
પછી ખોટ શેની?.
સરમાથે સાક્ષાત માઁબાબાનો
હાથ પછી ફિકર શેની?
સાથ અને સંગાથ પૂરો સદાય 
પછી અધૂરપ શેની?

કુદરત કરે

કુદરત કરે "કેર કે મહેર" 
એને કોઈ પ્રશ્ન ના કરવો.
ચૂપચાપ સ્વીકારી સર માથે 
લઈ ભોગવટો કરવો.
દરબારમાં એનાં ના દલીલ 
ના અપીલ સીધો ચુકાદો.
થાય રાજી તો લાહણી 
વિફરે તો બધું લઈ જાય તાણી.
કરગરી કરાવું યાદ તું માલિક 
હું ચાકર આપ આભ ભરી.

મન..

કળાય નહીં મન કોઈનું.. ક્યારેક ના સમજાય.
પીડા વધારે.. દુરીનો ત્યારે પાકો એહસાસ થાય.

મન સ્વચ્છંદી સ્વતંત્ર ના કદી એ કાબુમાં થાય.
મનથી જીવે મરે તન બાકી બધું નિરર્થક જણાય.

મનથી સબંધ.. જીવથી પ્રેમ ત્યારે એ વિવશ થાય.
ભસ્મ થાય શરીર તોય મન જીવ સાથે જાય.

ભૌતિકસુખની શું તમાં દેહ પડે સર્વ નશ્વર થાય.
પ્રેમ છે એક પારસ "દિલ"માં જન્મોજન્મ રહે સાથ.

ઈશ્વર કહે...

ઈશ્વર કહે તારું ઐશ્વર્ય ક્યાં ખોવાયું?.
તું કૃપાનીધાન તારી કૃપા ક્યાં ખોવાઈ?.

કેટલો તને કરગરુ તું ગમે તે કરે હું નહીં હારુ.
કર તું હેરાન આપ ત્રાસદી હું બસ સહન કરું.

તને ને તને કરું છું હું ફરિયાદ બીજે ક્યાં જઉં?
નથી બીજો આશરો મારો તારે ચરણે પડી હું કરગરુ.

સમર્પણ કરનારને પણ ઉવેખે ક્યાં છે ન્યાય?
રડી રડીને આંસુ સૂકાયા તારું ક્યાં છે ધ્યાન?

તું પથ્થરનો દેવ પાષાણ જ રહે શું કહું આજ?
પીગળે તો તને માઁ કહું તારે કાળજે નથી આંચ.

પળ પળ તને યાદ કરુ નથી બેપરવાહને કદર.
તત્વમાંથી સત્વ ઓસર્યું ક્યાં જઈ કરું ફરિયાદ?.

છોરું કછોરુ થાય પણ માવતર એનાથી પણ જાય?.
અંતિમ કરું તને પ્રાર્થના પ્રભુ પછી "દિલ" દરિયામાં જાય.