ઋતુ આવી વર્ષા.. ધરતી આભનો પ્રેમ ફરિયાદનો મીઠો સંવાદ...🌹
વરસ્યો મેહુલો સાંબેલાધાર કેવો મૂશળધાર ધરતી થઈ જળબંબાકાર.
કેટલી જોવડાવી રાહ મેહુલા ધરતી પુકારે કેટલો સહું હું વિરહનો તાપ સરકાર.
સાગર ભરું હું નદી તળાવ સરોવર કુવા છલોછલ કરું છતાં મારી ક્યાં દરકાર?.
મેં ઉછેર્યા છોડ ઝાડ વનસ્પતિ પૂરું કરું જળ હર જીવને હું ધરા તારાથી ખુશહાલ.
હર વર્ષા ઋતુએ આવું વરસી હરિભરી કરું તને મારાં જળમાં કેટલી પીડા કેટલો આનંદ કોને ખબર?
ગરજુ ઘણો વરસું ઘણો હર બુંદમાં મોકલું સંદેશ આંસુનાં જળ "દિલ"થી નીચોવું તું બેખબર.🌧️
દક્ષેશ ઇનામદાર."દિલ"..