Followers

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...ભાગ :૨

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...




ભાગ :૨

જંગલથી થયું બધું મંગળ..વનસ્પતિનો વ્યાપ વાતાવરણ કરે શુદ્ધ અને શાંત. આપણે કે દરેક જીવોએ જીવવા લેવો પડતો પ્રાણવાયુ વનસ્પતિ પૂરો પાડે છે. વાતાવરણમાં રહેલો દૂષિત અને અંગારવાયુ શોષી લે છે..વિજ્ઞાનમાં ભણ્યા છીએ પણ...વાસ્તવિક અનુભવથી જાણવું સમજવું જરૂરી છે...
આ વ્યવસ્થા પંચતત્વએ ઉભી કરી..માનો દરેક જીવના પ્રાણ બચાવવા પ્રાણવાયુ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ઉભી કરી એક એવી વ્યવસ્થા કરી કે નિયમિત આ ચક્ર ચાલ્યા કરે અને જીવોનું સંવર્ધન અને નિભાવ થયા કરે..
આપણું જીવન વનસ્પતિથી પોષાય છે એમનાં થકી જ જીવીએ છીએ. વાતાવરણ શુદ્ધ રાખી આપણું દરેક રીતે પાલન કરે છે. આપણા જીવનને ગૂંગળામણ થાય એવો વાયુ શોષી આપણને તાજામાજા રાખે છે. 
સવારે ઉઠી ખુલ્લામાં જે તાજી હવા લઈ તાજગી અનુભવીએ છીએ એ વનસ્પતિનું યોગદાન છે...પણ આપણને એ વખતે એનો ખ્યાલ નથી આવતો. બસ જે મફત મળે એની આમ પણ કદર કિંમત નથી હોતી..જે આપણું સારું કરે ઉપયોગી બને એની ગણના નથી કરતાં .એ સ્વાર્થી માનવનો સ્વભાવ છે.
વનસ્પતિ આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથે ને સાથે જ હોય છે ક્યારેય સાથ નથી છોડતી.. આપણે એ વિચારવાનું છે. વનસ્પતિ સંત છે ઈશ્વરના કાર્યનો સેનાપતિ છે. જે શ્રુષ્ટિમાં જન્મ લે છે એ સર્વનું નિર્વહન કરી સંભાળ લે છે. માતાપિતાનું કામ કરે છે. પોષે છે પાળે છે શીખવે છે સદાય સાથ આપે છે.
પંચતત્વ સ્વરૂપ ઈશ્વરની ઈચ્છા અને આદેશ મુજબ કાર્ય કરે છે. તેઓ એક જગ્યા પર જીવનભર રહે છે પંચતત્વએ સર્જેલી બધી ઋતુઓને સહે છે માણે છે. તાપ, ટાઢ, વરસાદ ગમે તેટલો આવે વરસે એક ફરિયાદ વિના ચૂં કે ચા કર્યા વિના સ્થળાંતર વિના ત્યાંજ રહી સહે છે માણે છે. ઉનાળાના આકરા તાપ, શિયાળાની ખૂબ ઠંડી, મુશળધાર વરસાદ બધું સહે છે. એ પંચતત્વને સંપૂર્ણ માણે છે એટલેજ કાયમ નવપલ્લીત રહે છે.. વધું આગળના ભાગમાં જાણીશું..🌹🙏🌹

દક્ષેશ ઇનામદાર."દિલ"..

No comments:

Post a Comment

We thank you for your valuable feedback we will get back to you soon.

Note: Only a member of this blog may post a comment.