Followers

સફળતા..કે અસફળતા જ્યારે બુમરૅગ સાબિત થાય......

સાંપ્રત સમયમાં જોઈ રહ્યાં છીએ કે મોટાં મોટાં હીરો , હિરોઇન , ડાયરેક્ટર , પ્રોડ્યુસર..નિષ્ફળ જઈ રહ્યાં છે. અચાનક એમની લોકપ્રિયતા ઘૂંટણિયે આવી ગઈ..એમની ફિલ્મ સફળ કરાવવા કરગરી રહ્યાં છે. કેમ આવી પરિસ્થિતિ આવી ??
કરોડોનો વેપાર કરતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે નાદારીનાં દ્વારે છે..કેમ અચાનક શું થયું?
1.પહેલું તો અભિમાન.. અહંમ કે અમારી સામે કોણ પડી શકે? લોકોને ચપટીમાં સમજાવી દઈશું..જેને ફિલ્મ જોવી હોય જુએ અમને કોઈ ફરક નથી પડતો..લોકોની લાગણીઓ સાથે કુઠરાઘાત કરવો.. એલોકો આજે માથે હાથ દઈ રોઈ રહ્યાં છે🤪
કોઈપણ સંસ્થા કંપની વહીવટી અશિસ્ત આચરે જે કામ પર કંપની બની છે એની સાચી આર્થિક ધૂરી છે એની અવગણના કરે.. જે સંસ્થા માટે કામ કરે છે એનાં તરફ સતત દુર્લક્ષ સેવે...બધાં મારાં હાથ નીચે છે શું કરવાના? બધાં મારાથી નભે છે..એવું ગુમાન આવવું..પ્રશ્ન અંગે ક્યાંય સુધી જવાબ ના આપવા.. જેનો જે હક્ક છે એને નિયમિત ચુકવણી ના કરવી માત્ર એકતરફી કામની અપેક્ષા રાખવી..કર્મચારી અને વહીવટકર્તા બન્ને ફરજ ચુકે..અભિમાન અને અહંમમાં માત્ર સૂફીયાણી વાતો કરી ઉપદેશ આપે...પણ જેના ઉપર સંસ્થા ટકી છે એજ આધાર છે એને કામમાં બિરદાવવા કે ઉત્સાહિત ના કરવા.. પોતાનામાં રહી પોતાના જ પગ ઉપર કુહાડો મારે છે..વેળાસર સમજી જાય એમાં ડહાપણ છે બાકી એક સળગતું તણખલું પણ જંગલમાં આગ લગાવી શકે છે . સહુ સહુનું કામ શિસ્ત સાથે કરે અને સહકાર ભાવના કેળવે તો સફળતા કદમ ચૂમતી આવે..🌹🙏🌹

દક્ષેશ ઇનામદાર."દિલ"..

No comments:

Post a Comment

We thank you for your valuable feedback we will get back to you soon.

Note: Only a member of this blog may post a comment.