Followers

પકડી ફીરકી ફકીરીની મેં

પકડી ફીરકી ફકીરીની મેં, દોર જાય ઊંચે આભમાં.
ના ફીકર કોઈ દાવપેચની ભાર દોરીનો એવો વર્તાય.

પવન કેરે સફર પતંગની રંગ કેસરિયો સમાય ફકીરીમાં. 
અવકાશ કેરે સાથ નિભાવું કેવો આનંદે મન લહેરાય.

જન્મ લીધો જગમાં કેવા કેવા સારાનરસા જીવું અનુભવમાં.
કાપવા પેચ પતંગનો ઈર્ષાળુઓ ભલેને કાર્યરત થાય.

ઊંચી કરું ઉડાન આભની સમાઈ દ્રષ્ટિ સુંદર શ્રુષ્ટિમાં.
ના તાકું નિશાન નીચું ભલે મારી પંખ કેમ ના ઘવાય?
દક્ષેશ ઇનામદાર."દિલ"..

સૂરજની શાન કેવી મીઠી સવાર...

સૂરજની શાન કેવી મીઠી સવાર તેજપ્રકાશ પહોર ફાટતો.
ધગતો તેજતરાર દિવસ આખો સંધ્યા ટાણે આથમતો.

જતાં જતાં સંધ્યાને તું કેવી કેસરિયા રંગે રંગતો.
પ્રેમ પિપાસા ખુદની સંતોષી
રાતને તું બોલાવતો.

હે સંધ્યા તું જઇ રહી મીઠી
રાતને શીતળ બનાવતો.
કાળી અંધિયારી મીઠી શીતળ રાતમાં આળોટતો.

ચંદ્રમાને આપી તેજ તારું કેવો રાત્રીને નિખારાતો.
કવિને શબ્દ પ્રેમીને પ્રાણ હે નાથ તું શ્રુષ્ટિને શણગારતો.

મીઠી પ્રેમપ્રચુર રેશમી રાત ચાંદની ચકોરને બહેલાવતો.
"દિલ" પડ્યું તારાં પ્રેમમાં પ્રભુ તું મને સદાય આનંદમાં રાખતો.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

3 મિલિયન ડાઉનલોડ

 ll ગુરુમાઁ જરાતકારું વિજયતે ll

મારાં પ્રિય વાચકોને જણાવતાં દિલથી આનંદ થાય છે કે માતૃભારતીનાં ઉત્કૃષ્ટ મંચ ઉપર મારી નવલકથાઓ અને રચનાઓનું ડાઉનલોડ 3 મિલિયન વટાવી ગયું છે આ ઉચ્ચ શિખરે પહોંચાડવા બદલ મારાં વાંચકો, લેખકમિત્રો , માતૃભારતી મંચ અને ટીમનો ખૂબ ખૂબ આભારી છું. સદાય આપના સહકારની અપેક્ષા છે. આ સફળતા આપ સહુને સમર્પિત.🌹🙏🌹
મધુકર...પ્રણય.."પુષ્પ"..

*મધુકર...પ્રણય.."પુષ્પ"...* 
મધુકર પ્રણય પુષ્પ તું મારું શું ઉપનામ આપું તારું હું.
હદયમાં મારાં તું જ વહાલી તારાથી કદી અલગ નથી હું.

નશો મને મધુકર પ્રેમનો ચઢ્યો પરાકાષ્ઠા પાર છું હું.
તનથી તન જુદા ભલે રહ્યાં તારાં તનનો વરણાગી છું હું.

મીઠાં મુખનાં શું વેણ કહું તારાં પ્રેમમાં પડ્યો છું હું.
ઊંડાઈ આંખોની ના માપી શકું ઘાયલ એનાંથી છું હું.

મોહી પડ્યો તારાં સાચાં રૂપથી નશામાં જીવું છું હું.
પીડા વિરહની સહેવા સખી ભાગીદાર તારો જ છું હું.

મને નહીં કહે તો તું કહીશ કોને તારો હમસફર છું હું.
ઉઠ્યો નીંદરથી હમણાં તારું મીઠું જોઈ સ્વપ્ન જાન હું.

સ્પર્શી લઉં હવાથી તને જાણી લઉં દૂર છતાં નજીક છું તું.
વહાલી મારી મનોહરી ચૂમીને પણ તરસ્યો હું  તરસ મિટાવ તું.

વર્ષોની રાહ જોયા પછી ઈશ્વરની કૃપાથી મળી છું તું.
છોડીને તને જાઉં ક્યાં "દિલ"નું પ્રણય મધુકર પુષ્પ છું તું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

સ્વપ્ન આવીને સરી ગયું....

સ્વપ્ન આવીને સરી ગયું સાથે   કાળી વાત કહીને ગયું.
સહી ના શકાય એવી આકરી હકીકત દર્શાવીને ગયું.

હળાહળ ઝેરનાં પ્યાલા પીતાં પચાવતાં શીખવી ગયું.
દેખાય શું સામે પડદા પાછળ શું ચાલે દેખાડી ગયું.

સ્વપ્ન જાણે સત્ય હોયનો આભાસ આંખ ઉઘાડી ગયું.
સમજાયા સેતુ સંબંધના બધાં   સ્થાન મારું ક્યાં ના સમજાયું.

થઈ સંપૂર્ણ સમર્પિત ખૂલી આંખો ગુણ ગવાય બીજાના શું કરવું.
પહોંચી મંઝીલે લૂંટાયાનું ભાન આંસુ ના આવે કામ શું કરવું.

ભલે છું વિવશ પણ કુદરતનો ન્યાય થશે ખરો એવી આશ રાખું.
લીરા ઉડયા "દિલ"નાં ત્યાં કોઈનું બિભસ્ત હાસ્ય સંભળાયું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

પૈસો મારો પરમેશ્વર.....

પૈસો મારો પરમેશ્વર હું માત્ર પૈસાનો છું દાસ.
કહેવત જૂની અર્થ નવો કરવા
હું કરું પ્રયાસ.

ચળ હાથમાં પૈસાની ક્યાં વાપરું કરું બરબાદ.
હુંકાર ઘમંડનો ના સાંભળે કોઈની સાચી વાત.

તુચ્છ વામણા લાગે બધાં હું જ જગમાં હુંશિયાર.
ભૂલે ચક્ર કુદરતનું તું આજે રાજ થવા કાલે રાંક.

ના પચાવી શકે પૈસો ગંગુ તૈલી ભલે ખુદને માને ભોજ.
"દિલ" જોયા કરે હસી તમાશો છીછરા પોત પ્રકાશ.
*******************
શાણા થઈ જાઓ સમજી દુનિયાની શું છાપ?
પાટા બાંધી કમાયા ઘણું રાખી સંયમ મુઠી બાંધ.

ઈશ્વરે આપ્યું ઘણું વાપરે રહી માપમાં એને સન્માન.
કહેવાય ચતુર રહી સુખઆનંદમાં ના કરે અતિ ધાડ.

આજ તડકો કાલે છાંય ક્રમ કુદરતનો તું જાણ ચતુર સુજાણ.
વીતેલું ના ભૂલે "દિલ" પીપળ પાન ખરંતાની શીખની વાત.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

અમે દુનિયામાં જોયું ના હોય..

અમે દુનિયામાં જોયું ના હોય એવું ઘણું હોઈ શકે.

પણ જેટલું જોયું એટલું પાકું સમજાયું હોઈ શકે.

વીતેલાં વર્ષોનો અનુભવ  એમ જ એળે ના જઈ શકે.

અમને મૂલવવામાં કરે ભૂલ કોઈ કદી ભુલાઈ ના શકે.

હુશિયારી પ્રગતિમાં શોભે લુચ્ચાઈઓમાં પાપ હોઈ શકે.

તમે જે કરી ફુલાયા છો આજે એવું કેટલું કરી અમે જીવ્યા હોઈ શકે.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

જીંદગીની દોડમાં હાંફવું ક્યાં...

જીંદગીની દોડમાં હાંફવું ક્યાં અરે મારે થાકવું કેમ ને ક્યાં?
હરીફ થઈ લડવાની મજા મારે જ બધે જીતવું જરૂરી ક્યાં?

નવી સર્જનતા નવો વિચાર અભિવ્યક્તિ એમાં અટકવું ક્યાં?
પુરુસ્કાર મળે ના મળે એમાં અમથું એનું દુઃખ મારે કરવું ક્યાં?

વિશાળ વાંચનનો વ્યાપ જોઉં હું લખ્યું ઘણું અટકું તો ક્યાં?
આત્મ સંતોષનો ઓડકાર ઘણો પછી બીજી જીજીવિષા ક્યાં?

નવા પાત્રો નવી કથા લખી વંચાવું આવી મોજીલી મજા મને ક્યાં?
ઊંચી ઉડાન આભની ના તાંકુ નીચું નિશાન દિલ માંગે બીજું ક્યાં?
દક્ષેશ ઇનામદાર."દિલ''..

ભરાયા જળ આંખમાં...

ભરાયા જળ આંખમાં તોય પગ કોરા 
વાવમાં.
કસોટી કરે પ્રભુ કેવી ધીરજ ખૂટી હવે 
આશમાં.

કથા આવે યાદ પગલે પગથિયે જળ વધેવાવમાં.
સુખ જગનું આસ્થા માઁ ની જોડું પ્રેમધેલું વાવમાં.

એકમેકનાં પ્રેમમાં વિતે પળ પળ વિરહની આગમાં.
કલ્પાંત કાળજે જીવ ચૂંથે કેમ જીવવું આ પ્રેમમાં.

કથા કીધી આ કાળની બની સાક્ષી ડેરા ઉભા યાદમાં.
ભરાશે વાવ જળથી તોય "દિલ" ડૂબશે જુદાઈમાં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

દિવસ ઉગે સોહામણો....

દિવસ ઉગે સોહામણો રેશમરાત ઢળે.
ચક્ર ફરે એજ દિવસ રાતનુ નેજીવન વિતે.

કંઈક લક્ષ્ય થાય પુરા કેટલાય અધૂરા રહે.
સાથ છૂટે ખુદનાં કોણ ક્યાં કોને જઈ કહે?.

પળ પળની ખુશીયાં કસોટીની એરણે ચઢે.
લખ્યું હોય ભાગ્યમાં ધરબાયેલું બીજ ઉગે.

દોષ મંડાય નિર્દોષ પર ન્યાયને ફરક જ ના પડે.
તોલમોલનાં પાલ્લામાં "દિલ"સર્વ ખોઈ બેસે.
દક્ષેશ ઇનામદાર."દિલ".